દામનગર નગરપાલિકા દ્વારા વર્ષ ૧૫/૧૬ માં સુખડીવડી રૂપે આવક ઉભી કરવા ના ઉદ્દેશ સાથે શહેર ના અગલ અલગ વિસ્તારો માં વેજીટેરિયન માર્કેટ અને શોપિંગ સેન્ટરો બાંધી દીધા પણ ઉપીયોગ ક્યારે ? વર્ષ ૧૫/૧૬ માં શાકમાર્કેટ અને વિવિધ વિસ્તારો માં ખૂબ મોટો ખર્ચ કરી ને બાંધેલ મિલ્કત ને આઠ વર્ષ કરતા વધુ સમય થયો પાલિકા તંત્ર એ બાંધેલ શોપિંગ અને શાકમાર્કેટ જેમ ની તેમ પડી રહેવા પામી છે ત્યારે પ્રજા ના કર ના નાણાં માંથી થતો વિકાસ પડ્યો પડ્યો ખંઢેર થાય તે પહેલાં જાહેર હરજી કે ભાડે આપી શહેર ના સરકાર ચોક ને ટ્રાફિક મુક્ત કરો રેઢિયાર ઢોર અને સર્કલ ફરતે ચારે તરફ શાકમાર્કેટ ને સ્થળાંતર કરવા આઠ વર્ષ થી મહુર્ત નથી આવતું શહેર ની શોભા માં અભિવૃદ્ધિ માટે સહકારી સંસ્થા એ નિર્માણ કરેલ સર્કલ ફરતે કાયમી રેઢિયાર ઢોર અને શાકભાજી ફ્રૂટ સહિત લારી પથણા ક્યાં સુધી ? વિકાસ પડ્યો પડ્યો બગડી રહ્યો છે શહેર ના અલગ અલગ વિસ્તારો માં બનેલ શોપિંગ સેન્ટરો અને શાકમાર્કેટ ની હરાજી કે ભાડે આપવા નું મહુર્ત ક્યારે આવશે ? વિકાસ પડ્યો પડ્યો ખંઢેર થાય ત્યારે ? શહેરી વિકાસ વિભાગ કે પ્રાદેશિક કમિશનર કચેરી માં આ મિલ્કત ની હરાજી કે ભાડે આપવા ની મંજૂરી માંગી છે કે તે પણ બાકી છે વિકાસ પડ્યો પડ્યો બગડી રહ્યો છે પાલિકા તંત્ર તેના જતન જાળવી કે આવક માટે કંઈક કરવું જોઈએ
દામનગર પાલિકા એ આઠ વર્ષ પહેલા સુખડીવડી રૂપે આવક ઉભી કરવા બાંધેલ શાકમાર્કેટ શોપિંગ પડ્યા પડ્યા ખંઢેર થઈ રહ્યા છે

Recent Comments