fbpx
અમરેલી

દામનગર પાલિકા જાહેર સ્ટ્રીટ લાઈટો શરૂ કરવાનો ઇજારો આપે છે કે બંધ રાખવા નો ? જાહેર સુવિધા માટે કમ્પલેન્ડ લખવા રજીસ્ટર છે પણ મહાત્મા ગાંધી ના ત્રણ બંદર જેમ સાંભળે બોલે અને જોવે કોણ ?

દામનગર નગરપાલિકા ની ધોર બેદરકારી દિનપ્રતિદિન સુવિધા ઓને બદલે દુવિધા વધી રહી છે પાલિકા સામે જતા શેઠ શ્રી એમ સી મહેતા રોડ થી સરદાર ચોક ધર્મશાળા શોપિંગ હીરાબજાર સુધી ની તમામ સ્ટ્રીટ લાઈટો બંધ રાભડા રોડ ચોકડી  થી દાઉદી વોરા ના કબ્રસ્તાન આનંદનગર જવા ના રસ્તા ઉપર અમુક જગ્યા એતો માત્ર થાંભલા સ્ટ્રીટ લાઈટો ગાયબ ઇજરાદાર ને જાહેર દિવાબતી માટે લાખો નો કોન્ટ્રક અજવાળા માટે અપાય છે કે અંધારા માટે ? પાલિકા તંત્ર ની સ્ટ્રીટ લાઈટ અને ગુજરાત સરકાર ના શહેરી વિકાસ વિભાગ ની મળી એક વર્ષ માં જાહેર સ્ટ્રીટ લાઈટી બમણા થી પણ વધુ સંખ્યા માં વધી પણ ચૂંટાયેલ સભ્યો ના ધર શેરી ઓમાં ભારે ઝાકમજોળ જાહેર રસ્તા ઓ ઉપર અંધારપટ ચૂંટાયેલ સ્ટ્રીટ લાઈટો ના અજવાળે મોતી પોરવતા હશે ગૌરવપથ કે વિકાસ પથ તરીકે ઓળખાતા જાહેર રોડ રસ્તા ઓ ઉપર અધારું ઉલેચતા શહેરીજનો ને મળતી પ્રાથમિક સુવિધા દિનપ્રતિદિન ઘટી દુવિધા વધી રહી છે રાભડા રોડ ઉપર માત્ર થાંભલા ઉભા છે સ્ટ્રીટ લાઈટ ક્યાં ? પાલિકા તંત્ર ની અને ગાંધીનગર સંચાલિત બંને મળી હજારો ની સંખ્યા માં સ્ટ્રીટ લાઈટો નાખી ક્યાં ? સભ્યો ના ઘર ફરતે ? જાહેર સુવિધા માટે કમ્પલેન્ડ લખવા રજીસ્ટર છે પણ મહાત્મા ગાંધી ના ત્રણ બંદર જેમ સાંભળે બોલે અને જોવે કોણ ?

Follow Me:

Related Posts