દામનગર પાલિકા તંત્ર પ્રાથમિક સુવિધા નું સંચાલન સુધારી શહેર માં શુદ્ધ પાણી વિતરણ વ્યવસ્થા કરે બેફામ વેડફાટ બંધ કરે અનેક વિસ્તારો માં ભારે દુર્ગધ યુક્ત દૂષિત પાણી ક્યારે બંધ થશે
દામનગર નગરપાલિકા ની બેદરકારી શહેર ના અનેકો વિસ્તાર માં દૂષિત પાણી વિતરણ છેલ્લા ઘણાં સમય થી શહેર માં ગુજરાત ગેસ તરફ થી ગેસ લાઈન ના કામ થી પાણી ની લાઈન તૂટવા થી બેફામ પીવા ના પાણી ના વેડફાટ ની સમસ્યા ઉકેલાય નથી ત્યાં નવી સમસ્યા શહેર માં એક માસ થી ભારે દુર્ગધ મારતું દૂષિત પાણી વિતરણ કરાય છે જન આરોગ્ય રામ ભરોસે હોય તેમ પાલિકા તંત્ર એ ફરિયાદ નિવારણ માટે એક સાર્વજનિક નંબર જાહેર કર્યો છે પણ પ્રાથમિક સુવિધા નું સંચાલન સુધરવા ના બદલે વધુ કથળી રહ્યું છે અનેકો વિસ્તાર માં જાહેર સ્ટ્રીટ લાઈટો કાયમી બંધ હોય છે તો અનેક વિસ્તાર માં ૨૪ કલાક શરૂ હોય છે પીવા ના પાણી ની લાઈનો તૂટવા નો કાયમી સીલસીલો યથાવત મીઠા પીવા ના પાણી ની રસ્તા માં રેલમ છેલ સામાન્ય બન્યું છે ત્યારે પ્રાથમિક સુવિધા નું યોગ્ય સંચાલન કરી શહેર ના અનેકો વિસ્તાર માં પીવા મીઠા પાણી વિતરણ માં આટલું બધું ડહોળું પાણી કેમ ? ઓવરહેડ માં સફાઈ નથી કે પાણી પુરવઠા તરફ થી ફિલ્ટર વગર અપાય છે ? સ્થાનિક પાલિકા તંત્ર પાણી વિતરણ વ્યવસ્થા સુધારે બગાડ બંધ કરી શુદ્ધ પાણી વિતરણ કરે તેવી શહેરીજનો માં માંગ ઉઠી રહી છે પ્રાથમિક સુવિધા નો ધોરણ સદંતર કથળી ગયું નાની નાની રજૂઆતો નો કોઈ ઉકેલ નથી પ્રાથમિક સુવિધા નું સંચાલન યોગ્ય રીતે મેન્ટેન કરાય તે જરૂરી
Recent Comments