દામનગર પાલિકા નું સ્વચ્છ ભારત અભિયાન રવિવારે બજાર સફાઈ બંધ, ધારાસભ્ય તંત્રના બચાવમાં ઉતરી આવ્યા
દામનગર શહેર ની નગરપાલિકા કચેરી વિચિત્ર નિયમો કરવા માટે જાણીતી છે શહેરીજનો ને સમસ્યા વધુ કેમ થાય તેવા વિચિત્ર ફતવા નિયમો વારંવાર કરતા રહે છે શહેર ની મુખ્ય બજાર માં રવિવારે સફાઈ સેવા બંધ રખાય છે કરોડો ના પેવર બ્લોક નાખી પોતા ની દુકાનો ચલાવવા માં પાલિકા સાથે વેપાર માં રચ્યા પચ્યા શાસકો સફાઈ સેવા બંધ રાખી કરકસર નું બહાનુ બતાવે આતે કેવી કરકસર ? ખાંચા ગલી કે રહેણાંક વિસ્તારો માં દિવસો બાદ ક્યારેક જ સફાઈ કરાવાય છે શું શેરી ગલી ખાંચા માં લોકો વેરો નથી ભરતા ? ચૂંટાયેલ સભ્યો ની શેરી ગલી ખાંચા માં નિયમિય સફાઈ કેમ? અન્ય જનતા શુ માનતા ની છે ? બંધારણ બધા ને સમામ અધિકાર આપે છે પણ દામનગર પાલિકા ના મહાન શાસકો અનેક વિશેષતા ઓ પ્રજા ના કર માંથી ભોગવી રહ્યા છે બે શરમી ની હદ વટાવતા નેતા ઓ મુખ્ય બજારો માં સફાઈ સેવા બંધ રાખી કરોડો ના પેવર બ્લોક પાલિકા સાથે જ વેપાર કરી હીત સબંધ નો ઉલ્લાળીયો કરે છે અનેક વિસ્તારો માં તો મહિના ઓમાં ક્યારેક સફાઈ સેવા કરાય છે સેન્ટરી ઇન્સપેક્ટર કોણ ? આ માટે પગાર ચૂકવાય છે સેનેટરી ને ? બેશરમી ની હદ વટાવતા તંત્ર દ્વારા આવી પ્રાથમિક સેવા માટે લબડતા શહેરીજનો ની સમસ્યા અંગે ધારાસભ્ય તંત્ર ના બચાવ માં ઉતરી આવ્યા પ્રાદેશિક કમિશનર સુધી રજુઆત કરાય છે
Recent Comments