દામનગર નગરપાલિકા પ્રમુખની શુભેચ્છા મુલાકાત લેતા યોગ કોચ જયદિપભાઈ ચૌહાણ.દામનગર નગરપાલિકાની ઓફિસમાં ભારતીય જનતા પાર્ટીના દામનગર નગરપાલિકા પ્રમુખ શ્રી ચાંદનીબેન પ્રિતેશભાઈ નારોલા ને ગુજરાત રાજય યોગ બોર્ડ ના યોગ કોચ જયદિપ ચૌહાણ .ધીરેન ગચડા. કૌશિકભાઈ બોરીચા .પીયૂસ જોશી. અને તેમના યોગ ટ્રેનરો દ્રારા તેમને શુભેચ્છા પાઠવી તેમનું સ્વાગત કરાયું હતું.અને દામનગર તથા આજુબાજુના વિસ્તારમાં યોગનો વ્યાપ કઈ રીતે વધી શકે અને જન જન સુધી યોગ પહોચી શકે તેવી વાત યોગ કોચ જયદિપ ચૌહાણ એ મુલાકાત દરમિયાન પ્રમુખ ચાંદનીબેન ને વાત કરી હતી.આવનારા સમયમાં જયદિપભાઈ યોગ ને ઘર ઘર પહોચાડી ને એક તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય તેવી તેમની હ્દયપુર્વક ની ભાવના છે.કરો યોગ, રહો નિરોગી.
દામનગર પાલિકા પ્રમુખ ની મુલાકાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દામનગર ના ટ્રેનર કર્મવિરો ” કરો યોગ રહો નિરોગી”

Recent Comments