દામનગર પાલિકા શાસકોનો અહો વિચિત્રમ વિકાસ વારંવાર ભૂલો “હમ નહિ સુધરેગે” પાલિકા સદસ્યોને પોતાના પેવર બ્લોક કેમ વેચાઈ તેમાં જ રસ કેમ?
દામનગર નગરપાલિકા નો અહો વિચિત્રમ વિકાસ શહેર ના સરદાર ચોક ફરતે બનાવેલ R C C રોડ નું લેવલ ભૂલ્યા ઠેર ઠેર પાણી ભરાયા શહેર ના હાર્દ સમા અતિ ધમધમતા સરદાર ચોક ફરતે વર્ષ ૧૫ /૧૬ ની રૂપિયા ૧૦ લાખ વિવેકાધીન ગ્રાન્ટ માં R C C રોડ અઠવાડિયા પહેલા જ બન્યો માત્ર સામાન્ય વરસાદ માં પણ બેટ માં ફેરવતા સરદાર ચોક ફરતે R C C રોડ નું કામ કરતી એજન્સી લેવલ ભૂલી ગઈ હમ નહિ સુધરેગે વારંવાર ભૂલો કેમ ?
દામનગર પાલિકા નો અહો વિચિત્રમ વિકાસ ૧૫ દિવસ પહેલા નગર પાલિકા કચેરી પાછળ બનેલ R C C રોડ માં લોખંડ ભૂલી જતા કામ કરતી એજન્સી એ તાજેતર માં આર સી સી તોડી ને ફરી બનાવવા પાલિકા સદસ્યો ની માંગ પછી નવો સી સી રોડ તોડ્યો આ ભૂલ થી કોઈ બોધ ન લેવાયો ફરી ગંભીર ભૂલ પછી શહેર ના સરદાર ચોક માં લેવલ ભૂલ્યા વારંવાર ભૂલ કરતી એજન્સી ઉપર કોનું મોનિટરીગ ?
દામનગર પાલિકા ના સતાધીશો ની બેદરકારી ના કારણે શહેર ભર ના રસ્તા ઓની ભારે દુર્દશા પાલિકા ના સદસ્યો ને પોતા ના કારખાને બનેલ પેવર બ્લોક વેચાણ માં રસ જ્યાં જરૂર નથી થતા સારા રસ્તા ઓ તોડી નવા પેવર બ્લોક નાખવા અધીરા કેમ? પેવર બ્લોક રસ્તા ઓમાં રચ્યા પચ્યા રહેતા શાસકો ને શહેર ની મુખ્ય બજારો કેમ નથી દેખાતી ? સરદાર ચોક ફરતે બનેલ આર સી સી રોડ માં કેમ રસ નથી ? આવો વિચિત્ર વિકાસ ક્યાં સુધી ચાલશે શહેરીજનો માં ઉઠતા સવાલ પ્રાદેશિક કમિશનર કચેરી ધ્યાન આપે તેવી બુલંદ માંગ કરતા શહેરીજનો
Recent Comments