દામનગર પિતૃકૃપા ના પાવન પર્વ યોગનું યોગ આવતી સોમવતી અમાવસ નું અતિ મહત્વ દાન ધર્મ સ્નાન પૂજન પુરી શ્રધ્ધાભાવ થી ઉજવતા ભાવિકો
દામનગર શહેર ના શ્રી વેજનાથ મહાદેવ અને શ્રી કુંભનાથ મહાદેવ મંદિર ના સાનિધ્ય માં પિતૃતર્પણ કરતા ભાવિકો દામનગર વહેલી સવાર થી શિવમંદિરો માં દર્શનાર્થીઓનો અવિરત પ્રવાહ જોગાનું જોગ સોમવાર ને અમાસ સોમવતી અમાસ પિતૃમાસ માં અતિ મહત્વ ની હોય છે પિતૃકૃપા માટે પીપળે પાણી વૃક્ષ પૂજન સ્નાન દાનતર્પણ ના અતિ મહત્વ સાથે પુરી શ્રદ્ધાભાવ થી પિતૃપૂજા ના દ્રશ્યો જોવા મળ્યા હતા યોગા નું યોગ આજે સોમવતી અમાસ પીઠોરી વ્રત ભાદરવી ના દિવસે પિતૃ તર્પણ દિવસે મંદિર પરિસર માં પિતૃતર્પણ સાથે માતા પાર્વતીજી પૂજન મહિમા જોગણી વ્રત ઉપવાસ ના અનેરા મહિમા થી સોમવતી અમાવસ નો યોગા નું યોગ દિવસ હિન્દૂ શાસ્ત્ર પુરાણો માં આવતા દરેક પર્વ દાન ધર્મ પરોપકાર નું અનુમોદન કરે છે તેમાં પણ સોમવતી અમાવસ અતિ વિશેષ દાન પુણ્ય પરમાર્થ નું ઇચ્છીત ફળ આપનાર દર્શાવ્યું છે ત્યારે શિવ ના સાનિધ્ય માં અતિથિ અભ્યાગતો ને યથા શક્તિ દ્રવ્ય દાન કરતા ભાવિકો પિતૃતર્પણ બાદ દાન દક્ષિણા આપી રહ્યા છે શહેર ના શ્રી વેજનાથ મહાદેવ મંદિર અને શ્રી કુંભનાથ મહાદેવ પરિસર માં ભાવિકો દાન ધર્મ પરમાર્થ દ્વારા પિતૃકૃપા ના પાવન પર્વ ની ઉજવણી કરી હતી
Recent Comments