દામનગર પે.સેન્ટર શાળા નંબર 1 વિજ્ઞાન મેળાનું મોડલ સંજીવની હેલિકોપ્ટર નેશનલ કક્ષાએ શ્રેષ્ઠ મોડેલ તરીકે પસંદ થયું
દામનગર પે.સેન્ટર શાળા નંબર 1 વિજ્ઞાન મેળાનું મોડલ સંજીવની હેલિકોપ્ટર નેશનલ કક્ષાએ શ્રેષ્ઠ મોડેલ તરીકે પસંદ થયું .
આપણે ગૌરવ અનુભવીએ છીએ કે દામનગર શહેરની સરકારી પ્રાથમિક શાળા દામનગર પે.સેન્ટર શાળા નં -1 તાલુકો લાઠી જીલ્લો અમરેલી વિજ્ઞાન મેળાનું મોડલ સંજીવની હેલિકોપ્ટર ભારતના શ્રેષ્ઠ 139 મોડલ પૈકી પસંદ થયું. જે આસામ રાજ્યના ગુવાહાટી મુકામે નેશનલ કક્ષાએ રજૂ થયું.આ સંજીવની હેલિકોપ્ટર ભારતના પ્રથમ સીડીએસ બીપીન રાવતજીના હેલિકોપ્ટર દુર્ઘટના આધારિત બનાવવામાં આવ્યું છે હેલિકોપ્ટરમાં આવી દુર્ઘટનામાં વ્યક્તિઓના જીવનનું રક્ષણ કઈ રીતે થાય તેવી સંજીવની સમાન આ હેલિકોપ્ટરની રચના કરવામાં આવી છે.
આ નેશનલ સાયન્સ ફેરમાં મોડેલ ની મુલાકાત લેનાર NCERT ન્યુ દિલ્હી ટીમ, આસામ સરકાર તથા અન્ય લોકો માટે આ મોડેલ આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું. રાષ્ટ્રીય કક્ષાએ આ મોડલ શ્રેષ્ઠ મોડેલ તરીકે પસંદ થયેલ હવે આ મોડેલ તા.4 થી 6 જાન્યુઆરી 2023 દરમિયાન મહારાષ્ટ્ર રાજ્યના નાગપુર મુકામે યોજાનાર RKVS કક્ષાના સાયન્સ સંમેલનમાં પ્રદર્શન માટે ભાગ લેવા જવા બદલ આ મોડેલ બનાવનાર શાળાના વિદ્યાર્થી વાજા દેવાંગ, રાવળ ઓમ તેમજ માર્ગદર્શક વિજ્ઞાન શિક્ષક શ્રી આર.ડી હેલૈયા ને દામનગર શહેર, તાલુકા, જિલ્લા અને રાજ્યનું અને રાષ્ટ્રનું ગૌરવ વધારવા બદલ સર્વોએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા.
Recent Comments