દામનગર પે.સેન્ટર શાળા નં-૧ (ગ્રીન સ્કૂલ)માં બાળમેળો અને લાઈફ સ્કીલ મેળો યોજાયો
દામનગર શહેરની એક માત્ર ગ્રીન સ્કૂલ દામનગર શાળા નં-1 માં ગિજુભાઈ બધેકા બાળમેળો અને લાઈફ સ્કીલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રવૃતિઓ જેવી કે માટીકામ, રંગપૂરણી, હસ્તકલા ,કાગળકામ , બજારમાં વસ્તુઓની લેવડ દેવડ ,વાનગી બનાવટ, વર્ગખંડ સુશોભન, રમતો જેવી પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીમાં રહેલી શક્તિઓને તથા જીવન કૌશલ્યને ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો .જેમાં શાળાના આચાર્ય જીગ્નેશ ભાઈ વાઘેલા સી.આર.સી શૈલેષભાઈ વિસાણી તથા શાળાના શિક્ષક ભાઈ બહેનો દ્વારા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા
Recent Comments