fbpx
અમરેલી

દામનગર પે.સેન્ટર શાળા નં-૧ ગ્રીન સ્કૂલ મા ૭૩ માં પ્રજાસત્તાક પર્વની વર્ચ્યુઅલ માધ્યમથી ઉજવણી કરવામાં આવી.

દામનગર પે.સેન્ટર શાળા નં-૧ ( ગ્રીન સ્કૂલ )મા ૭૩ માં પ્રજાસત્તાક પર્વની વર્ચ્યુઅલ માધ્યમથી  ઉજવણી કરવામાં આવી.દામનગર શહેરની એક માત્ર ગ્રીન સ્કૂલ દામનગર શાળા નં-૧ માં  ૭૩માં પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ આયોજિત એક શામ વતન કે નામ કાર્યક્રમનું વર્ચ્યુઅલ માધ્યમથી સુંદર આયોજન કરવામાં આવ્યુ. બાળકોમાં રાષ્ટ્રીય ભાવના જાગે તેવા ઉમદા હેતુથી બાળકોએ  સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા. જેમાં દેશભક્તિ ગીત, અભિનય ગીત ,તેમજ વક્તવ્ય દ્વારા સુંદર રજૂઆત કરવામાં આવી. આ કાર્યક્રમમા શાળાના આચાર્ય જીગ્નેશ ભાઈ વાઘેલા સી.આર.સી શૈલેષભાઈ વિસાણી તેમજ બી.આર.પી યોગેશભાઈ નિમાવત  વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈ બાળકોને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી તેમજ બાળકોને રાષ્ટ્રપ્રેમ, આઝાદીના મૂલ્યો, તેમજ બંધારણ વિશે માહિતી આપી. આ કાર્યક્રમમાં શાળાના એસ.એમ.સી.અધ્યક્ષ વસાણી દીપાબેન ,તમામ સ્ટાફ ,વિદ્યાર્થીઓ તથા વાલીઓએ બહોળી સંખ્યામાં વર્ચ્યુઅલ માધ્યમથી આ કાર્યક્રમ નિહાળ્યો. આ કાર્યક્રમનું સંચાલન આર. ડી. હેલૈયા અને નરેશભાઈ કંબોયા દ્વારા કરવામાં આવ્યું.

Follow Me:

Related Posts