દામનગર પે.સેન્ટર શાળા -૧ ( ગ્રીન સ્કૂલ)ના શિક્ષક આર.ડી હેલૈયા ને પ્રતિભાશાળી શિક્ષક સન્માન પ્રાપ્ત થયું
કોરોના કાળમાં પ્રાથમિક શાળાઓ બંધ છે પણ શિક્ષણકાર્ય અવિરત ચાલુ છે તે વાક્યને ખરા અર્થમાં સાર્થક કરી ઉત્તમ શૈક્ષણિક કાર્ય, શાળાકીય સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ, નાવિન્યપૂર્ણ પ્રયોગો વગેરેમાં ઉત્સાહપૂર્વક સક્રિય યોગદાન આપેલ છે જે બદલ શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય તરફથી દામનગર ગ્રીન શાળા -૧ ના શિક્ષક આર.ડી હેલૈયા ને ૭૫ માં સ્વાતંત્ર્ય પર્વના અવસરે પ્રાથમિક શાળા ઓની કાયાપલટ કરનાર માનનીય નાયબ ડીપીઓ આધેરા સાહેબ તથા લાઠી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ગોપાલભાઈ અઘેરા દ્વારા પ્રતિભાશાળી શિક્ષક સન્માન પ્રાપ્ત થવા બદલ શાળાના આચાર્ય શ્રી જીગ્નેશભાઈ વાઘેલા સી.આર.સી શૈલેષભાઈ વિસાણી તથા સમગ્ર શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા
Recent Comments