દામનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ અને પોલીસ સ્ટેશન આસપાસના વિસ્તારમાં પોલીસ સ્ટાફ, હોમગાર્ડ અને ગ્રામ રક્ષક દળના જવાનો દ્વારા મોટી સંખ્યામાં વૃક્ષો વાવી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ તકે દામનગર પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.પી.પરમાર, ભરતભાઈ મજેઠીયા, પ્રકાશભાઈ તેમજ અમરેલી જીલ્લા હોમગાર્ડ સ્ટાફ ઓફિસર જનસંપર્ક અને દામનગર ઈન્ચાર્જ ઓફિસર કમાન્ડિંગ અમિતગીરી ગોસ્વામી, સિનિયર પ્લાટુન કમાન્ડર નરેશભાઈ રાજ્યગુરૂ, કલાર્ક મકબુલ સિંહ રાણા ગ્રામ રક્ષક દળના મહેન્દ્રસિંહ વગેરે મોટી સંખ્યામાં પોલીસ, હોમગાર્ડ અને ગ્રામ રક્ષક દળના જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વૃક્ષો વાવવામાં આવ્યા હતા.
દામનગર પોલીસ ગ્રાઉન્ડ ખાતે પોલીસ, હોમગાર્ડ અને ગ્રામ રક્ષક દળના જવાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. પોલીસ હોમગાર્ડ અને જી.આર.ડી.ના હસ્તે વૃક્ષો વાવ્યા.

Recent Comments