દામનગર પોલીસ સ્ટેશનના છેતરપીંડી અને વિશ્વાસઘાતના ગુનાના કામે ૧૮ વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ
ભાવનગર રેન્જ આઈ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામા ગુનાઓ આચારી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે દામનગર પો.સ્ટે. ફ. ગુ.ર.નં.૧૮/૨૦૦૫, આઈ.પી.સી.કલમ ૪૦૬, ૪૨૦, ૩૪ મુજબના કામે આરોપી છેલ્લા ૧૮ વર્ષથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોય, ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે શાંતિધામ વૃધ્ધાશ્રમ જેતપુર મુકામેથી મજકુર લીસ્ટેડ આરોપીને પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ દામનગર પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
→ પકડાયેલ આરોપીની વિગત:-
જયપ્રકાશ ઉર્ફે પ્રકાશ ઉર્ફે જે.પી. જયશંકર દવે, ઉ.વ.૬૯, રહે.ઈ/૭૯, ૪૦૧, સ્વામીનારાયણ પાર્ક, ફોર્થ ફલોર, કઠવાડા રોડ, નરોડા, અમદાવાદ હાલ રહે.જેતપુર, શાંતિધામ વૃધ્ધાશ્રમ, જિ.રાજકોટ મુળ રહે.ઉમરેઠ, જિ.આણંદ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી એમ.બી.ગોહિલ તથા એ.એસ.આઈ. મહેશભાઈ સરવૈયા, તથા હેડ કોન્સ. અજયભાઈ સોલંકી, તુષારભાઈ પાંચાણી તથા પો.કોન્સ. ઉદયભાઈ મેણીયા દ્વારા કરવામાં આવેલ છે.
Recent Comments