દામનગર ગુજરાત રાજ્ય સરકારના ગૃહ વિભાગના સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ચાલતા સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રોજેક્ટમાં દામનગર પોલીસ સ્ટેશન ના માર્ગદર્શન નીચે આ પ્રોજેક્ટ અંતર્ગત ત્રિ દિવસીય બિન નિવાસી કેમ્પનું આયોજન તારીખ ૧૪ ઓગસ્ટ થી ૧૬ ઓગસ્ટ -૨૩ દરમિયાન કરવામાં આવ્યું હતું જેમાં આ પ્રોજેક્ટ સાથે જોડાયેલ શાળાઓ દામનગર પે સેન્ટર શાળા નં-૧ (ગ્રીન સ્કૂલ) ના ધોરણ ૮ ના જુનિયર કેડેટ અને એમ. સી. મહેતા હાઇસ્કુલ તથા ઝેડ.એમ. અજમેરા ગર્લ્સ હાઇસ્કુલ ના ધોરણ 9 ના સિનિયર કેડેટ આ કેમ્પમાં જોડાયા હતા.
આ ત્રી દિવસીય કેમ્પમાં આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ બાળકોમાં સેવા કરવાની ભાવના વિકસે અને શ્રેષ્ઠ નાગરિક બની શ્રેષ્ઠ સમાજ અને શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું યોગદાન આપે તેવા ઉમદા હેતુ સાથે જીવન મૂલ્યોનો વિકાસ થાય તે માટે કેમ્પ દરમિયાન જુદી જુદી પ્રવૃત્તિઓ જેવી કે કેડેટના પોતાના અનુભવોનું વર્ણન, પોતે શું બનવા ઈચ્છે છે, સ્વચ્છતા, આરોગ્ય ,સલામતી, પર્યાવરણ જાળવણી રમત-ગમત સ્વાતંત્ર પર્વની ઉજવણી વગેરે બાબતો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું જેમાં દામનગર પોલીસ સ્ટેશન PSI શ્રી બી.પી પરમાર સાહેબ, દ્રીલ ઇન્સ્ટ્રકટર સંજયભાઈ ખસિયા, આશાબેન શિયાળ તથા કોમ્યુનિટી પોલીસ ઓફિસર આર.ડી હેલૈયા દ્વારા આ કેમ્પનું સુંદર આયોજન કરી બાળકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
Recent Comments