ભાવનગર રેન્જ આઇ.જી.પી. શ્રી અશોકકુમાર યાદવ સાહેબનાઓએ રેન્જના જીલ્લાઓમાં દારૂ જુગાર જેવી ગે.કા પ્રવૃતિઓ નાબુદ કરવા સુચના આપેલ હોય જે અનવ્યે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ જીલ્લામાં દારૂ જુગારના સફળ કેશો શોધી કાઢી ગે.કા પ્રવૃતિઓ સંપુર્ણ નાબુદ કરવા સઘળા પ્રયત્નો કરવા અને આવી બદી સંપુર્ણ નાશ કરવા આપેલ ખાસ સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી વિભાગના નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.પી.ભંડારી સાહેબ અમરેલી , વિભાગનાઓ દ્વારા આપેલ જરૂરી માર્ગદર્શન મુજબ . દામનગર પો.સ્ટે . ના પો.સબ ઇન્સ.શ્રી એ.આર.છોવાળા નાઓની રાહબરી હેઠળ દામનગર પો.સ્ટે.ની ટીમ બનાવી , આજરોજ તા .૦૫ / ૦૭ / ૨૦૨૨ ના મોડી રાત્રીના સમય દરમ્યાન કામગીરી હાથ ધરતા જેમા , દામનગર પો.સ્ટે . વિસ્તારના નવાગામે પ્લોટ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે ખુલ્લી જગ્યામાં પૈસા , પાના વડે જાહેરમાં તીનપતીનો જુગાર રમતા છ ઇસમોને રોકડા રૂ .૧૮૫૦૦ / – સાથે પકડી પાડી ગણના પાત્ર કેસ શોધી કાઢેલ છે . ગુન્હામાં પકડાયેલ આરોપીઓની વિગત : ( ૧ ) લાલજીભાઇ હરીભાઇ રાઠોડ ઉ.વ .૪૦ ઘંઘો ખેતી રહે કાચરડી તા.લાઠી જી.અમરેલી ( ૨ ) ઉદેસીંગભાઇ નાગજીભાઇ વઢેલ ઉ.વ .૪૨ ઘંઘો ખેતી રહે મેમદા તા.લાઠી જી.અમરેલી ( ૩ ) વિનુભાઇ કાળુભાઇ પરમાર ઉ.વ .૪૭ ઘંઘો ખેતી રહે નવાગામ તા.લાઠી જી.અમરેલી ( ૪ ) વિક્રમભાઇ ભુરાભાઇ પરમાર ઉ.વ. ૪૧ ઘંઘો ખેતી રહે નવાગામ તા.લાઠી જી.અમરેલી ( ૫ ) મનસુખભાઇ ભીમજીભાઇ ગજેરા ઉ.વ .૫૨ ઘંઘો ખેતી રહે નવાગામ તા.લાઠી જી.અમરેલી ( ૬ ) અલ્પેશભાઇ ભીખાભાઇ સોલંકી ઉ.વ .૩૨ ઘંઘો ખેતી રહે કાચરડી તા.લાઠી જી.અમરેલી આમ , આ સમગ્ર કામગીરીમાં દામનગર પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ.શ્રી એ.આર.છોવાળા નાઓ તથા આંબરડી બીટના ઇન્ચાર્જ હેડ કોન્સ કે.આર.સાંખટ તથા પો.કોન્સ જયંતિભાઇ ધીરૂભાઇ વાઘેલા તથા પો.કોન્સ પ્રવિણભાઇ કાનજીભાઇ સાંખટ તથા પો.કોન્સ નિકુલસિંહ રામસંગભાઇ રાઠોડ નાઓ કામગીરીમાં જોડાયેલ હતા .
દામનગર પો.સ્ટે.વિસ્તારના નવાગામે સ્ટ્રીટ લાઇટના અંજવાળે પૈસા , પાના વડે જાહેરમાં તીનપતીનો જુગાર રમતા છ ઇસમોને રોકડ રૂ .૧૮,૫૦૦ / – ના મુદ્દામાલ સાથે પકડી પાડતી દામનગર પો.સ્ટે.ની ટીમ


















Recent Comments