fbpx
અમરેલી

દામનગર પ્રસિદ્ધ છે પુરાણો માં કુંભારાણા એ બંધાવેલ દેવળ. સ્વયંભુ પ્રાગટય શ્રી કુંભનાથ મહાદેવ

દામનગર શહેરથી દક્ષિણે અગસ્ત ઋષિ ના અનુષ્ઠાનથી સ્વયંભુ પ્રાગટય કુંભનાય સ્થાપત્ય યુગ ત્રેતામાં કુંભ જનમ્યા ઋષી થકી વિસ્તર્યુ. ત્યારથી જ રહી ને કંકે વર્ષો ગયા ચાલી પછી ઋષિ વસ્તી ત્યાં થવા લાગી ધીમે ધીમે વસ્યો મનુષ્ય નેસ તહી ધારેશ્રવરી કરી ગ્રામ દેવીની પ્રતિષ્ઠા થઈ આપતી અને અતિવૃષ્ટી થી નેસ થયો. નાબુદ. તહી અવધૂત સંત શ્રી લમણાનંદ નામે આવ્યા યાત્રાટન પુંજન કરીને ભકિતભાવે દેરું નિર્માવવા કર્યો અનુષ્ઠાન નહી મીરા પરણ્યો મેવાડ દ્વારકા જતા રસ્તે શ્રી લક્ષ્મણાનંદજી એ રોકયો, રાણોજી રજીયો અને કુંભનાથનું ભવ્ય દેવળ બંધાવ્યું અવધુત ને કુંભો રાણો વળી લઇ કીર્તી લખલુટ, પંથે પોતાને પાળ્યા, નજીકમાં બંધાયો છભાડ નેસસૈા પ્રથમ કુંભનાય દેવાલય મેવાડ પતિએ બંધાવ્યું અને બાજુમાં છભાડ નામનો નેસ બંધાયો કઈક વર્ષો એ લાઠી ઠાકુરની કન્યાને દામોજી ગાયકવાડ પરણ્યા તેથી નેસ સહિત ૧૮ ગામ પહેરામણીમાં અપાયા.

સવંત ૧૮૫૬ વાવાઝોડામાં મુરાળધાર વરસાદ અને દેવાલય પર વિજળી પડતા મુળ દેવાલય નાશ પામેલ. દેવાલયનો પુનઃ જીર્ણોધ્ધાર સવંત ૧૮૫૬ માં ત્યારે વ્હારે આવ્યો વીર વડોદરાનો રાજીપોથતા દુષ્કાળ ના વર્ષમાં રાહત કાર્ય શરૂ થતા એક સુંદર સરોવર અને નયન રમ્ય સુંદર સરોવરના કાંઠે દેવાલયનું નીર્માણ થયું. પાડુંશૃંગાખ્ય પુરી પાડરી નાગ તે હાલનું પાડરશીંગા.સ્વ. આપા શુરા ગોલાણ તમેને સાક્ષાત સિંહ રૂપે દર્શન આપી વરદાન માં આપી ચપટી જુવાર કોઠીમાં નાખી હોણ થી કાઢી શો નિર્વાહ ચલાવવા જણાવેલ. તેથી યુગો પર્યત અન્ન ભંડાર અવિરત ચાલ્યા કરે માગી લે માગી લે સુરા આવો લાગ નહી મળે, ધર્મને આજ પરી પુર્ણ ફળે ભક્ત તુ કહે ભાળો શંભુ તે જ હું કુંભનો નાથ, હું તારી ભકિતથી પ્રસન્ન છુ.

તેવી રીતે વરદાન આપી તે પશ્ચિમ માં ઉગ્યાની પ્રતિતિ કરાવે છે. પાડરશીંગાના શુરા ભગતનું દેવળ પાડરશીંગામાં હાલ દર્શનીય છે. શુરા ભગતને નાગરૂપે અને સિંહરૂપે સાક્ષાત પરચો આપી વરદાનો આપ્યા. અને દામનગરના મોઢ ચાર્તુવિધ બ્રાહ્મણો સદગત દિક્ષિત નરોતમભાઇ માધવજીભાઇ ના પરીવારને શ્રીમંત સરકાર સયાજીરાવ ગાયકવાડ તરફ થી સેવા અર્થે વર્ષાસનુ ચૂકવાતું હતું શ્રી કુંભનાથ દામનગર શહેરથી દક્ષિણે ભવ્ય નયનરમ્ય મંદિર તેના સાંદર્યમાં ગાયકવાડે ગળાવેલ તળાવ દક્ષિણ દિશાએ કુદરતી વન સંપદા ટેકરા શિવ મંદિરની શોભામાં અભિવૃધ્ધી કરે છે પક્ષી ઓનો મધુર કલર અને કુદરતનું અપાર એશ્ચર્ય ધરાવતું કુંભનાય મંદિર વાર તહેવારે મેળા ઓમાં માનવ મહેરામણ ઉમટી પડે, કુદરતી વરસાદથી સરોવર ભરાય તેમા નાકા વિહાર પણ થાય છે.

પૃથ્વી પરના સ્વર્ગ સમુ શિવાલય વૈદક મંત્રોચ્ચાર અને અનુષ્ઠાનથી અન્ય અલૈાકીક અનુભુતી કરાવતું આ શિવાલય અંતરાત્માની શીતળતા અને માનસીક મોહક પ્રકૃતીની અનેક સંપદાઓ ધરાવે છે. નૃત્ય કરતી અપ્સરાનું એશ્ચર્ય પક્ષીઓનો કલરવ, બાગ, બગીચાની પરફ્યુમ જકડી રાખે તેવી જગ્યા શ્રી કુંભનાથ મહાદેવ ખરેખર અનેક દ્રવ્યોના કુંભનું પ્રતિક શ્રી કુંભનાથ મહાદેવ કુદરત ની પૃથ્વી પરની અમુલ્ય ભેટ છે.

રમણીય સ્થળ અને કુદરતી કૃતીઓથી શોભે છે શિખર પરની ધજા આકાશ માં ફફડાટ  કરે છે અને વિશાળ ઘંટનાદ અંતરાત્માને ઢંઢોળે, કિર્તીસ્તંભ સાથે વવારંવાર અફળાવાથી કર્ણપ્રીય મધુર અવાજ દિવ્યતા આપે છે. શિખર પરના સોનેરી કિરણો પાડવાથી પશ્ચિમમાં ભાણ ઉગ્યા નો ભાસ કરાવે છેકુદરતી અનુમપ શોભા પ્રસિધ્ધ છે. પુરાણમાં, અનાદીકાળ થી  કરે છે. કિર્તી ગાન જેનું મુકત કંઠ કિનરી અનેક રત્ન જન્મદાતા અનેક સુકપ્રદા શ્રી કુંભનાય મનોહર મહાદેવને કોટી કોટી વંદન…

Follow Me:

Related Posts