અમરેલી

દામનગર પ્રાથમિક શાળા નંબર -૧ (મોર્ડન ગ્રીન સ્કૂલ) માં શાળા પ્રાંત અધિકારી ની અધ્યક્ષતા માં પ્રવેશોત્સવ ઉજવાયો

દામનગર શ્રી દામનગર પે સેન્ટર શાળા નંબર-૧ માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ માનનીય શ્રી ડી. બી. ટાંક સાહેબ પ્રાંત અધિકારી લાઠીની અધ્યક્ષતામાં ઉજવાયો. શાળાના આચાર્યશ્રી જીગ્નેશભાઈ વાઘેલા દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન શ્રી દ્વારા પ્રેરક ઉદબોધન કરવામાં આવ્યું હતું જેમાં તેઓએ જણાવ્યું કે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ થકી શાળામાં નામાંકનમાં વધારો થયો છે. તેમજ ઉપસ્થિત વાલીશ્રીઓ તથા બાળકોને શિક્ષણનું મહત્વ સમજાવી પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં એસ.એમ.સી.અધ્યક્ષ તથા  સભ્યો, બી.આર.સી લાઠી, સી.આર.સી,ICDS સ્ટાફ,બી.આર.પી. તથા બહોળી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષક ભાઈ બહેનોએ ખૂબ જહેમત ઉઠાવી હતી.

Related Posts