દામનગર ભગવાન શ્રી રામ લલ્લા ના જન્મોત્સવ ની ભવ્ય રથયાત્રા બાઇક રેલી યોજી ઉજવણી

દામનગર શહેર ભગવાન શ્રી રામ લલ્લા નો જન્મોત્સવ એ ભવ્ય રથયાત્રા અને બાઇક રેલી યોજાય શ્રી રામ જન્મોત્સવ ઉત્સવ સમિતિ દ્વારા આયોજિત રથયાત્રા બાઇક રેલી સાથે ભગવાન શ્રી રામ લલ્લા ના જન્મોત્સવ અદમ્ય ઉત્સાહ થી ઉજવણી શહેર ના રામજી મંદિર થી પ્રસ્થાન ભગવાન શ્રી રામ લલ્લા ની રથયાત્રા શહેર ના વિવિધ રાજમાર્ગો ઉપર દર્શનીય નજારા સાથે ફરી વિશ્વ હિન્દુ પરિષદ ના યુવાનો એ અદમ્ય ઉત્સાહ સાથે બાઇક રેલી યોજી જયજય શ્રી રામ ના ગગનભેદી નારા સાથે શહેર ના દરેક વિસ્તારો માં બાઇક રેલી ધ્યાનાકર્ષક રીતે ફરી રથયાત્રા માં નગરપાલિકા સદસ્ય સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ વેપારી અગ્રણી ઓની વિશાળ હાજરી જોવા મળી હતીશહેર ભર માં ધજા પતાકા અને કમાન દરવાજા નો સુંદર શણગાર રોશની ના ઝળહળાટ થી રોડ રસ્તા ઓ અને સરકારી સંકુલો ને સુશોભન કરાયું દામનગર શહેર બપોર પછી સંપૂર્ણ બંધ રહ્યું ભગવાન શ્રી રામ નો જન્મોત્સવ ઉજવવા અનોખો ઉત્સાહ ભવ્ય શણગાર વેશભૂષા સાથે રથયાત્રા ના હજારો ભાવિકો એ શ્રધ્ધાભાવ થી દર્શન કર્યા ઠેર ઠેર રથયાત્રા રૂટ ઉપર ઠંડા પીણાં શરબત ની મુસ્લિમ સમાજ દ્વારા વ્યવસ્થા કોમી એકતા ને ભાઈચારો નો સદેશ આપતા પોસ્ટર બેનરો મુસ્લિમ સમાજ દ્વારા પોતા ની દુકાનો ઉપર લગાવ્યા હતા બપોર પછી થી શહેર ના રામજી મંદિર થી પ્રસ્થાન થયેલ રથયાત્રા શહેર ના વિવિધ વિસ્તારોમાં ફરી હતી ધર્મ ઉલ્લાસ થી ભવ્ય રીતે ભગવાન શ્રી રામ લલ્લા નો જન્મોત્સવ ઉજવાયો
Recent Comments