અમરેલી

દામનગર ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ફ્રી ફૂલસ્કેપ ચોપડા વિતરણ કરાયા

શ્રી ભુરખીયા મંદિર ટ્રસ્ટ દ્વારા ભુરખીયા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું. ભુરખીયા હનુમાનજી મંદિર ના પ્રમુખ દુષયનભાઈ પારેખ સુધીરભાઈ પારેખ મેનેજિંગ ટ્રસ્ટી જીવનભાઈ હકાણી પૂર્વ સરપંચ ક્ષત્રિય અગ્રણી અમરશીભાઈ પરમાર  મંદિરના કાર્યાલય મેનેજર ગોપાલભાઈ ચુડાસમા દેવજીભાઈ સિંધવ ના વરદહસ્તે શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકો ને ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું. સરકાર દ્વારા પાઠ્યપુસ્તકો વિતરણ કરવામાં આવે છે પરંતુ હાલના સમય ખૂબ મોંધવારી ના કારણે ફુલસ્કેપ ચોપડા ના ભાવમાં ખૂબ વધારો થવાથી નાના ગરીબ પરિવારના બાળકોને ચોપડા ખરીદવા માં ખૂબ તકલીફ પડી રહી હતી.

જેથી ભુરખીયા હનુમાનજી મંદિર દ્રારા આ બાળકોને શિક્ષણ માં ઉપયોગી બનતા ખૂબ સરાહનીય કામગીરી કરેલ છે. જેમાં ધોરણ એક તથા બે ના બાળકોને ચોપડા નંગ બે ધોરણ ત્રણ ના બાળકોને ચોપડા નંગ ત્રણ ધોરણ ચાર અને પાંચ ના બાળકોને ચોપડા નંગ પાંચ તથા ધોરણ છ થી આઠ ના બાળકોને ચોપડા નંગ સાત આમ કુલ ૧૪૫૦ નંગ ચોપડા અંદાજિત કિંમત ૩૫ હજાર થી વધુ ની કિંમત ના ચોપડા નું ભુરખીયા મંદિર ટ્રસ્ટ દ્વારા વિતરણ કરવામાં આવ્યું.આ તકે ભુરખીયા પ્રાથમિક શાળા પરિવાર તથા તમામ બાળકો ના વાલી ઓ દ્વારા ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ પ્રત્યે આભાર ની લાગણી વ્યક્ત કરી હતી

Follow Me:

Related Posts