દામનગર માં પ્રજાના વોટ થી જીતીને સત્તા ભોગવતા લોકોની કાઈ જવાબદારી નહિ ડહોળા પાણીના વિતરણથી આરોગ્ય સાથે ચેડા
દામનગર માં પ્રજાના વોટ થી જીતીને સત્તા ભોગવતા લોકોની કાઈ જવાબદારી નહિ…ડહોળા પાણીના વિતરણથી આરોગ્ય સાથે ચેડા..!!? દામનગર નગરપાલિકાની ગત ચૂંટણીમાં ૨૪ સીટમાંથી ૨૨ સીટ ભા. જ. પ.ને મળતા દામનગરનાં મતદારોએ ડંકો વાગ્યો હતો. પછી તો પાછું જોયા વગર વિકાસની હરણફાળ ( સમસ્યા ઓ વધી કે..!!?) પ્રગતિ કરી છે એમાં દામનગરની જનતાને સંતોષ છે…!! છેલ્લા ઘણા સમયથી ચીફ ઓફિસર ઇન્ચાર્જમાં છે એટલે સમજી શકાય કે અરજદારોના કામ સમયસર ન થાય..!! ચોમાસાનો વરસાદ શરૂ થયો છે ત્યારે છેલ્લા બે દિવસ થી વિતરિત કરાતું પીવાનું પાણી ડહોળું આપવા માટે ધારાસભ્ય એ કે પ્રાંત અધિકારી એ લોકો બીમાર પડે એ માટે સ્થાનિક સત્તાધીશોને મંજૂરી આપી છે કે કોઈ ફરિયાદ સાંભળવાની નહિ…એક કહેવત છે કે જેની લાઠી તેની ભેંસ…!! ભાઈઓ – બહેનો, લોકોની સુખાકારી માટે દરેક સાથે મળીને પ્રયત્નો થાય તો સારું,બાકી વેરો તો ભરવામાં આવે જ છે ઈ ધ્યાનમાં નહિ લેવાનું…. હાકયે રાખો વાલીડા..
Recent Comments