દામનગર માર્કેટ યાર્ડ ખાતે લાઠી તાલુકા કક્ષા ના વન મહોત્સવ ની ઉજવણી કરાય
દામનગર માર્કેટ યાર્ડ ખાતે તાલુકા વન ઉજવણી મહોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લાઠી તાલુકા ફોરેસ્ટના આર એફ ઓ પ્રજાપતિ સાહેબ દામનગર પીએસઆઇ શ્રી બી પી પરમાર સાહેબ માર્કેટ યાર્ડના પ્રમુખ ભગવાનભાઈ નારોલા લાઠી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી લાઠી તાલુકાના પંચાયતના સદસ્યશ્રીઓ ટી પી ઓ ગોપાલભાઈ અધેરા ઘનશ્યામભાઈ રાઠોડ સ્થાનિક ખેડૂતો વેપારી ઓ ગ્રામ્ય અગ્રણી ઓ તેમજ ફોરેસ્ટ ના કર્મચારી રૂખડભાઈ કોબાડ ચિરાગભાઈ પરમાર તાલુકા પંચાયત સદસ્ય શ્રી તેમજ હિંમતભાઈ રાઠોડ તાલુકા પંચાયત સદસ્ય કર્મચારી સહિતના મહાનુભવો હાજર રહ્યા હતા જેમાં લાઠી તાલુકા કક્ષા વન મહોત્સવમાં શાખપુર સરપંચ શ્રી જશુભાઈ ખુમાણ દ્વારા વન મહોત્સવ ઉજવણી નિમિત્તે પોતાની આગવી શૈલીમાં વન મહોત્સવ અને વૃક્ષ વિશે પોતાના પ્રવચનમાં આવનારી પેઢીને સુંદર પ્રકૃતિ વાળો વારસો આપીએ અને ગુજરાતના ફોરેસ્ટ વિભાગને વૃક્ષારોપણ અને જતનમાં પૂરતો સહયોગ આપી અને કુદરતી પ્રકૃતિને ખૂબ આગળ વધારવાના પ્રયત્નો કરીએ અને ગુજરાતનો અને ભારત દેશનો સર્વાંગી વિકાસ થાય તેવું પોતાનું પ્રસંગને અનુરૂપ વક્તવ્ય કરવામાં આવ્યું હતું
Recent Comments