fbpx
અમરેલી

દામનગર રસીકરણ અભિયાનમાં બુલેટ લઈને ૧૧૦૦૦ હજાર કિમિના પ્રવાસે અનિલભાઈ પરમાર નું ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે ઉષ્મા ભર્યું સ્વાગત

દામનગર  રક્ષતામક રસીકરણ અભિયાન માટે ૧૧.૦૦૦ કિમિ ના પ્રવાસે બુલેટ લઈ ને પ્રસ્થાન થયેલ પાલીતાણા ના અનિલભાઈ નાગજીભાઈ પરમાર નું ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે આગમન થતા મંદિર પરિસરમાં  ઉષ્મા ભર્યું સ્વાગત સત્કાર કરતા મેનેજર ગોપાલભાઈ ચુડાસમા એ ભુરખિયા હનુમાનજી ના સ્મૃતિચિન્હ થી સત્કાર કર્યો હતો રક્ષાત્મક રસીકરણ અભિયાન ના પ્રચાર પ્રચાર અભિયાન માટે જનજાગૃતિ માટે પાલીતાણા થી પ્રસ્થાન થયેલ અનિલભાઈ પરમાર ને ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે થી ઇત્સાહ પ્રેરક પ્રસ્થાન કરાવતા તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર ડો આર આર મકવાણા સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ તકે સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા  રક્ષાત્મક રસીકરણ અભિયાન એ રાષ્ટ્રીય સૌથી મોટી મુહિમ ને વેગવંતી બંને તેવા અભિગમ સાથે બુલેટ લઈ ને ચારધામ શંકરાચાર્ય પીઠ જનાર આજે દામનગર પોતા ની પુત્રી રત્ન વંદનાબેન સોલંકી ના ઘેર પધારી ભુરખિયા હનુમાનજી મંદિરે દર્શન કર્યા હતા ટીકાકરણ માટે અગિયાર હજાર કિમિ ની યાત્રા કરનાર અનિલભાઈ પરમાર ને શુભેચ્છા પાઠવતા સંજયભાઈ તન્ના ચિરાગભાઈ સોલંકી કૌશિકભાઈ બોરીચા અબ્દુલભાઈ દિવાના મહેશભાઈ ચૌહાણ પ્રીતેશભાઈ નારોલા

Follow Me:

Related Posts