fbpx
અમરેલી

દામનગર લુહાર સુથાર વાડી ખાતે આઈ. સી.ડી.એસ.કાશ્મીરાબેન ભટ્ટની અધ્યક્ષતામાં વાનગી સ્પર્ધા યોજાય

દામનગર શહેર ની તમામ આંગણવાડી નું લુહાર સુથાર વાડી ખાતે આઈ સી ડી એસ કાશ્મીરાબેન ભટ્ટ ની અધ્યક્ષતા માં વાનગી સ્પર્ધા પ્રદર્શન  નિર્દેશન યોજાયું શહેર ની તમામ આંગણવાડી વર્કર હેલ્પર બહેનો દ્વારા વાનગી સ્પર્ધા માં સોશ્યલ ડિસ્ટન્ટ ફરજીયાત માસ્ક સેનીટાઇઝ નું ચુસ્ત પાલન જોવા મળ્યું 


આઈ સી ડી એસ અધિકારી કાશ્મીરાબેન ભટ્ટ ની અધ્યક્ષતા માં સુપરવાઈઝર ફાલ્ગુનીબેન છત્રાલ ના માર્ગદર્શન હેઠળ વાનગી સ્પર્ધા માં કાશ્મીરાબેન ભટ્ટ નું મનનીય માર્ગદર્શન 
સરકાર દ્વારા ચાલતા વિવિધ રાષ્ટ્રીય અભિયાનો અંગે સુંદર સમજ આપતા ભટ્ટ  
આહાર  જ ઔષધ છે પોષણતમ આહાર થી  કુપોષણ ના કલંક ને નાબૂદ કરી શકાય 
સહી પોષણ દેશ રોશન અંતર્ગત સુપોષણ અભિયાન ની સિદ્ધિ ઓ વર્ણવતા કાશ્મીરાબેન ભટ્ટ એ જણાવ્યું હતું કે  સુપોષણ અભિયાન  હોય કે પોલિયો નાબુદી કે  કોવિડ ૧૯ વેકસીન હોય દરેક મુહિમ ની વાહક  આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો નું વિવિધ વિભાગો સાથે સુંદર સંકલન કારગત નીવડી રહ્યું છે આંગણવાડી વર્કર હેલ્પર ની બેનમૂન કામગીરી ની સરાહના કરાય હતી 
આંગણવાડી વર્કર હેલ્પર બહેનો  રાષ્ટ્રીય અભિયાનો ના માધ્યમ થી  આરોગ્ય. સુપોષણ.સહિત અનેક વિધ જનજાગૃતિ ની માટે તત્પર રહે છે 


સશક્ત ભારત માટે  ની  લાંબા ગાળા ની ફલશ્રુતિ ઓથી દેશ ને ક્યાં ક્ષેત્રે કેવા  લાભો મળી શકે છે તે અંગે સર્વ આંગણવાળી બહેનો ને અવગત કરતા કાશ્મીરાબેન ભટ્ટ નું આંગણવાડી બહેનો ને અવગત કરતું મનનીય માર્ગદર્શન આ વાનગી સ્પર્ધા માં મળ્યું હતું શહેર ની તમામ આંગણવાડી કેન્દ્રો ની બહેનો એ ઉત્સાહ ભેર આ સ્પર્ધા માં ભાગ લીધો હતો 

Follow Me:

Related Posts