અમરેલી

દામનગર વર્ષો થી ઉભા રહીને તપ કરતા હઠ યોગી ખડેશ્વરી ઘનશ્યામગિરીની નિશ્રામાં ઉજવાઈ વ્યાસ પૂર્ણિમા. નિરંજન પંડયા સહિત અસંખ્ય અલખ આરાધકોએ ભાવ થી કરી ગુરુવંદના

દામનગર શહેર ના ઢસા રોડ વર્ષો થી ઉભા રહી ને તપ કરતા લટુરિયા હનુમાનજી મંદિર મહંત  ત્યાગ તિતિક્ષા ની તપો મૂર્તિ  હઠ યોગી પૂજ્ય ખડેશ્વરી ઘનશ્યામગિરી ની નિશ્રા માં વ્યાસ પૂર્ણિમા એ ભજન ભોજન સાથે ભવ્યાતિભવ્ય ઉજવણી અલખ ના આરાધક નિરંજન પંડયા સહિત અસંખ્ય નામી અનામી સંત પ્રેમી ભજનિકો એ ગુરુ વંદના માં ભજન ની આહકેક જગાવી હતી છેલ્લા પંદર વર્ષ થી સતત ઉભા રહી ને તપ કરતા ખડેશ્વરી ઘનશ્યામગિરી ના સાનિધ્ય માં ગુરુ પૂર્ણિમા એ ભાવિકો શ્રદ્ધાભાવ થી કરી ગુરુ વંદના કરી ગુરુ પૂર્ણિમા ના પાવન પર્વે એ  સવાર થી ગુરુપૂજન અને દિવસ ભર તપો મૂર્તિ ના દર્શન કરતા ભાવિકો એ સાંજે મહા પ્રસાદ નો લાભ મેળવ્યો હતો રાત્રી અસંખ્ય અલખ આરાધકો એ ભજન ની આહલેક જગાવી હતી 

Related Posts