fbpx
અમરેલી

દામનગર વાત્સલ્ય મૂર્તિ માતૃશ્રી સ્વ રાધાબેન મોહનભાઇ નારોલા ની પુણ્યસ્મૃતિ માં પુત્રરત્નો દ્વારા રક્તદાન કેમ્પ યોજાશે

દામનગર વાત્સલ્ય મૂર્તિ માતૃશ્રી સ્વ રાધાબેન મોહનભાઇ નારોલા ની પુણ્યસ્મૃતિ માં પુત્રરત્નો દ્વારા રક્તદાન કેમ્પ યોજાશે  સામાજિક સંરચના માટે પ્રેરણાત્મક શ્રદ્ધાંજલિ સ્વર્ગીય માતૃશ્રી રાધાબેન મોહમભાઈ નું ગત તા.૩૦ જૂન માં દેહાંવસાન થતા અનોખી રીતે વાત્સલ્ય મૂર્તિ માતૃશ્રી ને શ્રદ્ધાંજલિ અપાશે જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે લોહી ની પડતી અછત માટે સુરત સ્થિત સ્પર્શ હોસ્પિટલ ના તબીબ પૌત્રરત્ન બ્રિજેશ એન નારોલા તેમજ શલેશ બી નારોલા દ્વારા એક નમ્ર પ્રયાસ દામનગર સામાજિક અગ્રણી પૂર્વ સુધરાઈ સભ્ય ભીમજીભાઈ મોહનભાઈ નારોલા તેમજ નારણભાઈ મોહનભાઈ નારોલા પરિવાર દ્વારા અ.નિ.માતુશ્રી રાધાબેન મોહનભાઈ નારોલાની ઉત્તરક્રિયા નિમીત્તે તા.૧૧/૦૭/૨૩ ને મંગળવારના રોજ સવાર ૮-૦૦ થી બપોર ના ૧-૦૦ સુધી રકતદાન શિબીર યોજાશે અતિ જરૂરિયાતમંદ વ્યક્તિઓના લાભાર્થે નારોલા  પરિવારજનો દ્વારા સેવાકીય પ્રવૃત્તિ થી માતુશ્રી અ.નિ.રાધાબેન ની આત્મા ને સેવાભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે વ્યક્તિ સદેહ દૈહિક રૂપે ભલે આપણી વચ્ચે નથી પણ સદગત ના પરમાર્થ ના ઉમદાગુણ જ તેમને અમર બનાવી દેતા હોય છે સદગત ના પરિવાર ના સુંદર વિચારો એ આ સેવાયજ્ઞ માં યુવાનો અને મહિલા ઓ પણ રક્તદાન કરી પુષ્પાજંલી આપશે અમરેલી રેડકોર્સ બ્લડ બેંક ની સેવા એ મહારક્ત દાન કેમ્પ યોજાશે 

Follow Me:

Related Posts