દામનગર વિસ્તારમાથી વિદેશી દારૂની બોટલો પકડી પાડતી દામનગર પોલીસ ટીમ
ભાવનગર રેન્જ આઇ.જી.પીશ્રી અશોકકુમાર યાદવ સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાંથી દારુ – જુગારની બંદી દૂર કરવા સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાંથી દારુ – જુગારની પ્રવૃતી કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય અને શ્રી જે.પી.ભંડારી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક નાઓએ દારુ – જુગાર પ્રવૃતી કરતા ઇસમોને પકડવા જરૂરી માર્ગદર્શન પુરૂ પાડેલ હોય.
જે અન્યવે દામનગર પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ એ.આર.છોવાળા નાઓ તથા અના હેડ કોન્સ કે , આર , સાંખટ તથા અના હેડ કોન્સ એલ.એન.પઠાણ તથા પો.કોન્સ જયંતીભાઇ ધીરૂભાઇ વાઘેલા તથા પો.કોન્સ પ્રવિણભાઇ કાનજીભાઇ સાંખડ તથા પો.કોન્સ અરજણભાઇ કમાભાઇ મેર તથા સર્વેલન્સ ટીમના હેડ કોન્સ એચ.એન.ખુમાણ તથા પો.કોન્સ વિક્રમભાઇ પોપટભાઇ રાઠોડ એ રીતેના દામનગર ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા
તે દરમ્યાન અના હેડ કોન્સ કે.આર.સાંખટ નાઓને બાતમી હકિકત મળેલ કે દામનગર પટેલ શેરીમાં આવેલ એક રહેણાંક મકાનની અંદર ભારતિય બનાવટનો પરપ્રાંતિય ઇંગ્લીશ દારુ છુપાવી રાખેલ હોય જે હકિકત આધારે હકીકત વાળી જગ્યાએ જતા બે ઇસમો હાજર મળી આવેલ હોય અને મજકૂર ઇસમો પાસેથી ભારતિય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂની બોટલ નંગ -૯૬ તથા એક મોબાઇલ નં -૧ કિ.રૂ .૫૦૦૦ / – મળી કુલ કિ.રૂ .૪૧૦૦૦ / – મુદામાલ સાથે પકડી પાડી તેના વિરૂધ્ધ ધી ગુજરાત પ્રોહિબીશન એક્ટ કલમ ૬૫ ( એ ) ( ઇ ) , ૧૧૬ ( બી ) , ૮૧ મુજબ ધોરણસરની કાર્યવાહી કરેલ છે .
ગુન્હામાં પકડાયેલ આરોપીઓની વિગત : * કેયુરભાઇ નરેશભાઇ મોદી ઉ.વ .૨૨ ધંધો – પ્રા.નોકરી રહે.દામનગર , પુરબીયા શેરી મુળજી શેઠ ના બંગલા પાસે , તા.લાઠી , જિ.અમરેલી વલ્લભભાઇ જેરામભાઇ નારોલા ઉ.વ .૫૨ ધંધો – મજુરી રહે.દામનગર , પટેલ શેરી તા.લાઠી , જિ.અમરેલી
ગુન્હામાં પકડવાના બાકી આરોપીની વિગત : રવીભાઇ દીલીપભાઇ આચાર્ય રહે.દામનગર , પુરબીયા શેરી તા.લાઠી જિ.અમરેલી ગુન્હામાં પકડાયેલ મુદામલની વિગત : ( ૧ ) ભારતીય બનાવટની વિદેશી દારૂની મેકડોવેલ્સનં .૧ કલેકશન વ્હિસ્કી ઓરીજનલ લખેલ ૭૫૦ એમ.એલની , પંજાબ બનાવટની રીંગ પેક બોટલ નંગ -૯૬ કિ.રૂા .૩૬,૦૦૦ / ( ૨ ) મોબાઇલ નંગ -૦૧ કિ.રૂ -૫,૦૦૦ /
આ કામગીરી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ , અમરેલીનાઓની સુચનાથી નાયબ પોલીસ અધીક્ષકશ્રી જે.પી.ભંડારી સાહેબ અમરેલી વિભાગનાઓ દ્વારા જરૂરી માર્ગદર્શન હેઠળ દામનગર પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ શ્રી એ.આર.છોવાળા તથા દામનગર ટાઉન ઇન્ચાર્જ અના હેડ કોન્સ કે.આર.સાંખટ તથા અના હેડ કોન્સ એલ.એન.પઠાણ તથા પો.કોન્સ જયંતીભાઇ ધીરૂભાઇ વાઘેલા તથા પો.કોન્સ પ્રવિણભાઇ કાનજીભાઇ સાંખડ તથા પો.કોન્સ અરજણભાઇ કમાભાઇ મેર તથા સર્વેલન્સ ટીમના હેડ કોન્સ એચ.એન.ખુમાણ તથા પો.કોન્સ વિક્રમભાઇ પોપટભાઇ રાઠોડ નાઓએ કામગીરી કરેલ છે
Recent Comments