દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર પાસે સંસ્કૃતિ હોલ ખાતે એક માસ નિઃશુલ્ક યોગ શિબિર યોજાશે
દામનગર ગાયત્રી મંદિર ખાતે ગુજરાત રાજય યોગ બોર્ડના ઉર્જાવાન યોગ કોચ જયદિપભાઈ ચૌહાણ દ્રારા તા.૦૧/૦૭/૨૦૨૧ ના રોજ નિ:શુલ્ક યોગ શીબીરનું આયોજન થાય છે. આ શિબીરમાં ૧ મહિનાની નિ:શુલ્ક તાલીમ અપાશે તથા પ્રમાણપત્ર અને તે યોગ કલાસ ચાલુ કરે તો તેમને ગુજરાત બોર્ડ દ્રારા માનદવેતન પણ આપવામાં આવશે. આમાં જોડાવા માટે ૧૫ વર્ષથી મોટી ઉંમરના યુવક-યુવતીઓ જોડાઈ શકે છે.આ નિ:શુલ્ક યોગ શિબીરમાં જોડાવા માટે અને રજીસ્ટ્રેશન કરવા માટે તમે યોગગુરૂ જયદિપભાઈ નો સંપર્ક કરી શકો છો.(૯૭૨૩૫૫૬૬૭૯) આ શિબીરમાં જોડાવ અને તમે બધા સ્વસ્થ,તંદુરસ્ત,અને યોગમય જીવનજીવો તેવા અનુરોધ સાથે આહવાન કરતા યોગકોચ
Recent Comments