fbpx
અમરેલી

દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ આયોજિત સંત શ્રી રણછોડદાસબાપુ હોસ્પિટલ નો નેત્રયજ્ઞ યોજાયો

દામનગર શહેર માં શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ અને શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે આયોજિત સંત શ્રી રણછોડદાસબાપુ હોસ્પિટલ નો નેત્રયજ્ઞ અને હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો

અમરેલી જિલ્લા પંચાયત આર્યુવેદીક દવાખાના વિભાગ અને નિયામક હોમિયોપેથીક ગાંધીનગર દ્વારા  દામનગર સિવિલ હોસ્પિટલ ના ડો જેઠવા દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ અને રાજકોટ સ્થિત સંત શ્રી રણછોડદાસ બાપુ હોસ્પિટલ ના નિષ્ણાંત તબીબી સેવા એ આંખ ને લગતા તમામ દર્દ ની તપાસ સારવાર અને નેત્રમણી આરોપણ સાથે મોતિયા ના દર્દી નારાયણો માટે સંપૂર્ણ ફ્રી ઓપરેશન સારવાર દવા ચશ્માં અને જમવા રહેવા અલ્પહાર ની વ્યવસ્થા સાથે યોજાયેલ નેત્રયજ્ઞ અને સર્વરોગ નિદાન કેમ્પ માં દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો ના જરૂરિયાત મંદ દર્દી નારાયણો એ લાભ મેળવ્યો હતો 

Follow Me:

Related Posts