અમરેલી

દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ આયોજિત સંત શ્રી રણછોડદાસબાપુ હોસ્પિટલનો નેત્રયજ્ઞ યોજાયો

દામનગર શહેરમાં શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ અને શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે આયોજિત સંત શ્રી રણછોડદાસબાપુ હોસ્પિટલનો નેત્રયજ્ઞ અને હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો અમરેલી જિલ્લા પંચાયત આર્યુવેદીક દવાખાના વિભાગ અને નિયામક હોમિયોપેથીક ગાંધીનગર દ્વારા  દામનગર સિવિલ હોસ્પિટલના ડો. જેઠવા દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ અને રાજકોટ સ્થિત સંતશ્રી રણછોડદાસબાપુ હોસ્પિટલના નિષ્ણાંત તબીબી સેવા એ આંખને લગતા તમામ દર્દની તપાસ સારવાર અને નેત્રમણી આરોપણ સાથે મોતિયા ના દર્દીનારાયણો માટે સંપૂર્ણ ફ્રી ઓપરેશન સારવાર દવા ચશ્માં અને જમવા રહેવા અલ્પહારની વ્યવસ્થા સાથે
યોજાયેલ.

નેત્રયજ્ઞ અને સર્વરોગ નિદાન કેમ્પમાં દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો ના જરૂરિયાત મંદ દર્દી નારાયણો એ લાભ મેળવ્યો હતો.

Related Posts