દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં લાંબા લોકડાઉન બાદ સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓની સેવા પ્રવૃત્તિ ઓનો પુનઃ પ્રારંભ
શહેર ની શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી ટ્રસ્ટ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે નેત્રયજ્ઞ યોજાયો રાજકોટ સ્થિત સંત શ્રી રણછોડદાસજી બાપુ હોસ્પિટલ ના નિષ્ણાંત તબીબો ની સેવા એથી આંખ ને લગતા તમામ દર્દ ની તપાસ સારવાર સંપૂર્ણ મફત નેત્રમણી આરોપણ કેમ્પ માં વહેલી સવાર થી ગ્રામ્ય વિસ્તારો માંથી દર્દી નારાયણો નો અવરીત પ્રવાહ ગાયત્રી મંદિર તરફ આવી રહ્યો હતો
દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો ના જરૂરિયાત મંદ દર્દી નારાયણો માટે સંપૂર્ણ મફત નેત્રમણી આરોપણ કેમ્પ માં સંત શ્રી રણછોડદાસજી બાપુ હોસ્પિટલ ના નિષ્ણાંત તબીબ અને સ્વૈચ્છિક સંસ્થા ના અગ્રણી ઓના વરદ હસ્તે દીપ પ્રાગટય કરી નેત્રયજ્ઞ નો પ્રારંભ કરાયો હતો
દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે લાંબા લોકડાઉન બાદ નેત્રયજ્ઞ નો પ્રારંભ સિનિયર સીટીઝન ટ્રસ્ટ ભુરખિયા હનુમાનજી મંદિર ગાયત્રી પરિવાર ના સંયુક્ત ઉપક્રમે રાજકોટ સ્થિત સંત રણછોડદાસજી બાપુ હોસ્પિટલ ના સહયોગ થી નેત્રયજ્ઞ યોજાયો

Recent Comments