fbpx
અમરેલી

દામનગર શહેરની શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ જિલ્લા કલેકટર સહિતની ઉપસ્થિતિમાં યોજાયો

દામનગર શહેર ની શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ ખાતે સ્ટાર હોસ્પિટલ અમદાવાદ ના નિષ્ણાંત તબીબો ની સેવા એથી અતિ અદ્યતન ટેક્નોસેવી ઇન્સ્યુમેન્ટ સાથે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો અતિથિ વિશેષ મહાનુભવો અમરેલી જિલ્લા કલેકટર શ્રી આયુસ ઓક સાહેબ જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા આયોજક ઉદારદિલ દાતા દાસભાઈ સુતરિયા  અમરેલી જિલ્લા પંચાયત સદસ્ય જનકભાઈ તળાવીયા જીતુભાઇ ડેર ભરતભાઇ સુતરિયા ભરતભાઇ પાડા લાઠી નગર પાલિકા નરેશભાઈ ડોંડા તાલુકા પંચાયત સહિત ના મહાનુભવો ના હસ્તે દીપ પ્રાગટય કરી સેવાયજ્ઞ નો પ્રારંભ કરાયો હતો 

સ્ટાર હોસ્પિટલ ના આ સેવાયજ્ઞ નો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર શ્રી મનનીય માર્ગદર્શન સાથે આવા સુંદર સેવા યજ્ઞ ના આયોજન બદલ ખુબ ખુશી વ્યક્ત કરી બિરદાવ્યા હતા સ્ટાર હોસ્પિટલ અમદાવાદ ના નિષ્ણાંત તબીબો દ્વારા દરેક રોગ ની તપાસ સારવાર આ સેવાયજ્ઞ માં અપાય હતી દામનગર શહેરી અને અનેકો ગ્રામ્ય વિસ્તાર ના જરૂરિયાત મંદ દર્દી નારાયણો ની હાજરી  જોવા મળી હતી સ્ટાર હોસ્પિટલ ના નિષ્ણાંત તબીબ ડો ભાવેશ ઠક્કર ડો સંજીવ પ્રજાપતિ ડો ઉત્સવ ઉનડકટ હદય રોગ ડો હિરેન શાહ ઘુંટણ ડો મૌલિક રાદડિયા બાળ રોગ ડો પ્રવીણ સારદા સાંધા ડો અમિત શાહ મગજ જ્ઞાનતંતુ ડો મનીષ સાધવાણી ડો રોનક વ્યાસ કેન્સર ડો મેહુલ ભલગામી ડો યોગેશ હરવાણી પેટ ના રોગ ડો જ્વલંત પટેલ મણકા કરોડરજૂ ડો મિતેષ દવે ફેફસા ના નિષ્ણાંત તબીબો એ સેવા આપી હતી 

સ્ટાર હોસ્પિટલ ના સર્વ તબીબો અને ઉદારદિલ દાતા દાસભાઈ સુતરિયા સહિત ના સેવારતી ઓની બેનમૂન માનવસેવા પ્રવૃત્તિ  થી ખૂબ ખુશી વ્યક્ત કરતા જિલ્લા કલેકટર આયુસ ઓક સાહેબ  અને જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરિયા દ્વારા સ્વંયમ સેવી યુવાનો ના અને શાળા સંકુલ ના શિક્ષક શ્રી ઓના અદભુત સંકલન ની આવા માનવ સેવાયજ્ઞ ની સરાહના કરાય દામનગર શહેરી અને અનેકો ગ્રામ્ય વિસ્તારો દૂરસદુર થી અવિરત આવતા  દર્દી નારાયણો પ્રવાહ માટે પાણી અને અલ્પહાર ની સુંદર વ્યવસ્થા જોવા મળી હતી દર્દી ઓના જટિલ રોગો અંગે સચોટ નિદાન થી દર્દી નારાયણો માં સ્પષ્ટ સંતોષ દેખાઈ રહ્યો હતો મોટા ઉપનગરો માં જઈ ને ઈલાજ તપાસન કરાવી શકતા ગરીબ ગુરબા માટે ઘર આંગણે અનેકો જટિલ રોગો ના નિષ્ણાંત તબીબો અને સ્ટાફ ખડે પગે રહી દર્દી ઓને તપસ્યા હતા 
અસંખ્ય રાજસ્વી અગ્રણી ઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ ના અગ્રણી ઓ સ્વંયમ સેવકો ના સંકલન થી સર્વરોગ નિદાન કેમ્પ ને ભવ્ય સફળતા મળી હતી 

Follow Me:

Related Posts