અમરેલી

દામનગર શહેરની સુંદરતામાં વધારો કરતી બારણા વગરની દુર્ગંધયુક્ત મૂતરડી…સ્વસ્છ દામનગર જીંદાબાદ…!!! 

દામનગર શહેરની સુંદરતામાં વધારો કરતી બારણા વગરની દુર્ગંધયુક્ત મૂતરડી…સ્વસ્છ દામનગર જીંદાબાદ…!!!             નરેન્દ્રભાઈ મોદી ગમ્મે તેટલી વખત દેશના લોકોને મન ની વાત સંભળાવે…. દળી દળીને ઢાંકણીમાં…દામનગર નગરપાલિકામાં સત્તામાં બેઠેલ ભા.જ.પ.ની બોડી એટલે વિકાસની હવાઈ છલાંગ મારવામાં પાવરફુલ ની સરસ મજાની વાતો અને મોટા – મોટા હોર્ડિંગો સાથે ફોટા પડાવવામાં પાછું વળીને જોવામાં આવે તો ખ્યાલ આવે કે ગામમાં સમસ્યાઓ અને પ્રશ્નોની હારમાળા છે,પણ કોઈની વાત સાંભળવામાં આવતી ન હોય…!!!

પ્રજા બધું મને – કમને સહન કરવામાં નંબર વન બની ગઈ છે…ના છૂટકે..  આ તસ્વીરો લાઠી પ્રાંત અધિકારી,કલેકટર ( જીલ્લા સમાહર્તા ) ને અર્પણ એટલા માટે કરવામાં આવે છે કે વાલ્મીકી વાસ અને કોલીવાડ ને અડીને આવેલ પે એન્ડ યુઝ ટોયલેટ ની બાજુમાં બનાવવામાં આવેલ જાહેર મુતરડીનું બારણું ગાયબ છે…અંદર ડી.ડી. ઓ.જઈને જોવે તો ખબર પડે કે કેટલી સ્વસ્છ..તા છે…!!! આ સ્થળની સામેના વિસ્તારમાં પ્રાથમિક કન્યાશાળા,અને નજીકમાં પોલીસ સ્ટેશન અને આજુબાજુનાં રહેણાંકી વિસ્તારો આવેલા છે.આ મુતરડીની બાજુમાં અને પાછળના ભાગમાં અમુક લોકો ખુલ્લામાં જાજરૂ કરે છે…મોટા મોટા બણગાં ફૂકવાનું બંધ કરો અને આ બધી ગંદકી દૂર કરો અને નાગરિકો માટે બનાવેલી આ મિલ્કતોનો ઉપયોગ થાય એવી નક્કર કામગીરી કરવામાં આવે એવી આમ આદમી પાર્ટી માંગ કરી રહી છે. 

Related Posts