અમરેલી

દામનગર શહેરમાં અતિ અદ્યતન સુવિધા સાથે સદવિચાર હોસ્પિટલનું હઠ યોગી ખડેશ્વરી શ્રી ઘનશ્યામગિરી ના હસ્તે ઉદ્ધાટન

દામનગર શહેર માં અતિ અદ્યતન સુવિધા ધરાવતી સદવિચાર હોસ્પિટલ નું ઉદ્ધાટન લટુરિયા હનુમાનજી મંદિર ના મહંત હઠ યોગી ખડેશ્વરી શ્રી ઘનશ્યામગિરી બાપુ ના વરદહસ્તે કરાયું આરોગ્ય ક્ષેત્રે દામનગર શહેર ને M B D G O સ્ત્રી રોગ નિષ્ણાંત ડો રાહુલ વજાણી પૂર્વ મેડિકલ ઓફિસર દામનગર અને નિપુણ મેડિકલ સ્ટાફ ધરાવતી સદવિચાર હોસ્પિટલ અતિ અદ્યતન પ્રસુતિ ગૃહ ઓપરેશન થિયેટર લેપ્રોસકોપીક બી પી ડાયાબીટીસ થાઈરોઇડ હદય કિડની લીવર સોનીગ્રાફી લેબોટરી બાળ રોગ ની તપાસ સારવાર સહિત ની સુવિધા  દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો ને મળી રહે તેવી વ્યવસ્થા સાથે  અતિ અદ્યતન સદવિચાર હોસ્પિટલ નું ગારીયાધાર રોડ સિવિલ હોસ્પિટલ સામે અનેકો સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી વેપારી ઓ ઓની ઉપસ્થિતિ માં સદવિચાર હોસ્પિટલ નું ઉદ્ધાટન કરાયું હતું 

Related Posts