દામનગર શહેરમાં જિલ્લા પંચાયત પ્રમુખ રેખાબેન મોવલિયાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની જ્ઞાનશક્તિ દિવસ ની ઉજવણીએ જ્ઞાનકુંજ પ્રોજેકટનું લોકાર્પણ
દામનગર શહેર ની નર્મદાબેન માધવરાય સવાણી પ્રાથમિક શાળા નં -૨ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ રેખાબેન મોવલિયા ની અધ્યક્ષતા માં “જ્ઞાનશક્તિ દિન” ની ઉજવણી અને જ્ઞાનકુંજનું લોકાર્પણ જિલ્લા કક્ષાની “જ્ઞાનશક્તિક દિન”ની ઉજવણી લાઠી તાલુકાનાં દામનગર શાળા નં .૨ માં યોજાયેલ જેમાં રાજ્ય કક્ષાના મા.મુખ્યમંત્રીશ્રી દ્વારા જ્ઞાનકુંજનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવેલ . આ કાર્યક્રમના અધ્યાક્ષશ્રી અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી રેખાબેન મોવલીયાના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ.આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલભાઇ દુધાત , આરોગ્ય સમિતિના ચેરમેન કંચનબેન જીતુભાઈ ડેર ઉપસ્થિત રહેલ.આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્યશ્રી જનકભાઈ તળાવિયા , ભરતભાઇ સુતરીયા , લાઠી નગરપાલિકા પ્રમુખશ્રી ભરતભાઇ પાડા , દામનગર નગરપાલિકા પ્રમુખશ્રી ચાંદનીબેન નારોલા , જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ બસીયા , તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી રામદેવભાઇ , બાબરા નગરપાલિકા પ્રમુખશ્રી લલિતભાઈ આંબલીયા , લાઠી તાલુકા ભાજપ પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ સાવલિયા , બાબરા શહેર ભાજપ પ્રમુખશ્રી મુકેશભાઇ ખોખરીયા , લાઠી તાલુકા પંચાયત કારોબારી ચેરમેનશ્રી નરેશભાઇ ડોંડા , બાબરા નગરપાલિકા કારોબારી ચેરમેનશ્રી ભૂપતભાઈ બસીયા તથા દામનગર નગરપાલિકાના ચૂંટાયેલા તમામ સદસ્યશ્રીઓની હાજરીમાં દામનગર શાળા નં .૨ માં જ્ઞાનકુંજ પ્રોજેકટનું લોકાર્પણ કરવામાં આવેલ . માં , જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી રેખાબેન મોવલીયા દ્વારા જિલ્લાના શિક્ષણની અને રાજ્યના વિવિધ કાર્યક્રમોની વિગતવાર પ્રાસંગિક ઉદબોધન કરેલ , માં.શ્રી જિ.શિ.સમિતિના ચેરમેન વિપુલભાઈ દુધાત દ્વારા જિ.શિ.સમિતિ તેમજ શાળાઓની વિવિધ માહિતીની આછેરી જલક રજુ કરવામાં આવી અને દામનગર -૨ શાળા ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ.આ કાર્યક્રમમાં કુલ -૧૪૬ જનમેદની ઉપસ્થિત રહેલ . સાથે – સાથે જિલ્લાની એક માત્ર એવી ગ્રીન શાળાની મુલાકાત મહાનુભાવો દ્વારા કરવામાં આવેલ , આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ટીમ લાઠી શિક્ષણના વડા ટી.પી.ઈ.ઓ. શ્રી ગોપાલભાઈ અઘેરા , બી.આર.સી . કો.ઓ.શ્રી સલીમભાઈ લોહીયા , તાલુકા સંઘના પ્રમુખશ્રી હિતેષભાઇ સોરઠીયા , મંત્રીશ્રી હરેશભાઈ રૂપાલા , સી.આર.સી.કો.ઓ.શ્રી શૈલેષભાઈ વિસાણી , શ્રી વિનયભાઈ , શ્રી પુષ્પાબેન અને દામનગર શાળા નં .૨ ના આચાર્યશ્રી લલેશભાઇ તથા શાળાના તમામ સ્ટાફ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવી અને સફળતાપૂર્વક સંપૂર્ણપણે આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવેલ
Recent Comments