અમરેલી

દામનગર શહેરમાં પેવર બ્લોક થી મઢેલા રસ્તાઓ પર ચાલવું એટલે મોતને આમંત્રણ…!!!???

 વિકાસ શબ્દ કોની માટે છે તે કાઈ સમજાતું નથી,શહેરની જનતાને રોડ રસ્તા અને ભૂગર્ભ ગટરની સમસ્યા પ્રત્યે બેદરકારી કહો કે આંખ આડા કાન કે કોઈનું સાંભળવું નથી કે અમારે જે કામ ( વિકાસના) કરવા હશે ( મંજુર થયેલ ) તે કરીશું..ભલે શહેરની સુંદરતા અને શોભાના વધારો થાય અને દામનગર શહેરનું નામ ગુજરાત તો શું આખા દેશમાં ગુંજતું થાય અને લોકપ્રિય વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જાહેરમાં દામનગર શહેરનો ઉલ્લેખ કરી ને વખાણ કરે..  

જ્યારે જ્યારે કોઈ કાર્યક્રમમાં સરકારના મંત્રી,મુખ્યમંત્રી કે વડાપ્રધાન આવે ત્યારે ત્યારે કોઈ જાતની તકલીફ ન પડે તે માટે રોડ રસ્તા રાતોરાત ટનાટન બનાવી નખાય છે.( પ્રજાના રૂપિયાના.)સવાલો એ થાય છે કે સ્થાનિક તંત્ર ને કાયમી સર્જાતી સમસ્યાઓ ઉકેલવામાં રસ નથી…!!!?? 

જ્યારે દામનગર શહેરના લગભગ તમામ માર્ગો કે જે પેવર બ્લોક થી મઢેલા હોય તેઓની હાલત ૧૮મી સદીમાં દામનગર ના લોકો રહેતા હોય એવો કચવાટ સાથે અનુભવ કરી રહ્યા છે…!!! દામનગર શહેરની જનતાને સંતોષ થાય એવા આરોગ્યલક્ષી  કામ કરવામાં આવે એવી ચર્ચા સાંભળવા મળી હતી

Related Posts