fbpx
અમરેલી

દામનગર શહેરમાં શ્રી વેજનાથ મહાદેવ મંદિરથી પ્રસ્થાન થતી ઐતિહાસિક પાલખી યાત્રા શ્રી કુંભનાથ મહાદેવ મંદિર ખાતે હરહર મહાદેવના નાદ સાથે સંપન્ન

દામનગર શહેર માં શ્રી વેજનાથ મહાદેવ થી પ્રસ્થાન થતી શ્રી કુંભનાથ મહાદેવ જતી  ઐતિહાસિક પાલખી યાત્રા યોજાય

શ્રી કુંભનાથ મહાદેવ સેવક સમુદાય આયોજિત પાલખી યાત્રા  બપોર ના ૩-૦૦ કલાકે શ્રી વેજનાથ મહાદેવ મંદિર થી પ્રસ્થાન થઈ શહેર ના મુખ્ય રાજ માર્ગો પર હર્ષ ઉલ્લાસ સાથે ફરી શહેર ના વિવિધ ધર્મસ્થાનો પૃષ્ટ્રિય માર્ગીય શ્રી મદનમોહન  હવેલી ખાતે  શ્રી કૃષ્ણ મેળાપ કરી  મોટા પીર ની દરગાહ એ ચાદર શેરણી  ચડાવી કચેરી ચોક માં લાડનશ પીર ની દરગાહ એ થી શ્રી રામજી મંદિર થી શ્રી રોકડીયા હનુમાનજી મંદિર શ્રી ખોડિયાર મંદિર સહિત ના  ધર્મસ્થાનો એ પુરા શ્રધ્ધાભાવ થી પુષ્પહાર ચાદર શેરણી ચડાવી મુખ્ય બજારો માં થઈ ભવ્ય રીતે સાંજ ના ૫-૦૦ શ્રી કુંભનાથ મહાદેવ મંદિરે હરહર મહાદેવ ના ગગન ભેદી નાદ સાથે પહોંચી હતી

પાલખી યાત્રા ના દર્શન માટે શહેર ના ચોક ચોરા ચાવડી માર્ગ ના કાંઠે  દર્શનાર્થીઓ દ્વારા શ્રી કુંભનાથ મહાદેવ ના અલૌકીક દર્શન કરતા ભાવિકો ફૂલ ગુલાબી યુનિફોર્મ માં સજ્જ ધૂન મંડળ ના યુવાનો દ્વારા પાલખી યાત્રા ને કમ્પાઉન્ડ બ્રહ્મસમજ ના યુવાનો દ્વારા  વૈદિકમંત્રોચ્ચાર  અનેકો વેશભૂષા ઢોલ નગારા સાથે ધર્મોઉલ્લાસ થી  પાલખી યાત્રા શ્રી કુંભનાથ મહાદેવ સેવક સમુદાય બ્રહ્મસમાજ ધૂન મંડળ વેપારી ઓ ના સંકલન થી ચુસ્ત પોલીસ  હોમગાર્ડ જવાનો ના બંધોબસ્ત સાથે દિવ્ય પાલખી યાત્રા સંપન્ન થઈ હતી 

Follow Me:

Related Posts