દામનગર મહુવા – સુરત ટ્રેનને દામનગર સ્ટોપ આપવા સાંસદને પત્ર પાઠવી માંગ ઉઠાવતા હરજીભાઈ નારોલા તાજેતરમાં જ સાંસદ નારણભાઈ કાછડીયાના પ્રયત્નોથી મહુવા સુરત વીકલી ટ્રેનને ડેઈલી દોડાવવાનો નિર્ણય થયેલ છે તેને આવકારતા હરજીભાઈ નારોલાએ સાંસદને પત્ર પાઠવી મહુવા સુરત ટ્રેનનો દામનગર રેલ્વે સ્ટેશને સ્ટોપ આપવા માંગ કરી છે . પત્રમાં જણાવ્યા અનુસાર દામનગરને સ્ટોપ અપાય તો લાઠી તથા ગારીયાધાર એમ બે તાલુકાને લાભ મળી શકે દામનગર ખાતે સ્ટોપ આપવામાં આવે દામનગર લાઠી તથા ગારીયાધાર તાલુકાના શહેરી અને અનેકો ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત હીરાઉદ્યોગ સાથે સંકળાયેલ પ્રજાજનોને આ ટ્રેઈનનો સારો એવો આર્થિક લાભ અને સલામતી બંને મળી શકે દામનગર લાઠી , ગારીયાધાર ની બાબતોને ધ્યાને ગ્રામ્ય વિસ્તારના પ્રજાજનોનો નો અવાજ સમજી સાંસદને પૂરતા પ્રયત્નો કરવાની માંગ કરી રોજબરોજનો વહેવારો થી સૌરાષ્ટ્ર સુરત પ્રવાસ સરળ બંને એવી વિનંતી સાથે સ્ટોપ આપવા નારોલા એ ઘનિષ્ટ રીતે પ્રયત્ન શરૂ કર્યા
દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માટે મહુવા સુરત ટ્રેનને દામનગર સ્ટોપ આપોની સાંસદ સમક્ષ માંગ કરતા સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા

Recent Comments