અમરેલી

દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તાર ને મહુવા સુરત ટ્રેન નો સ્ટોપ આપો

દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તાર ને મહુવા સુરત ટ્રેન નો સ્ટોપ આપો હૈ કમળ દેવતા હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલ દામનગર શહેર અને ત્રીસ થી વધુ ગ્રામ્ય વિસ્તારો માટે અવાર નવાર ની માંગ છતાં અન્યાય ક્યાં સુધી ગ્રામ્ય વિસ્તાર ને સ્ટોપ મળી શકે તો શહેરી વિસ્તાર ને કેમ નહિ ? બાંદ્રા ટ્રેન મહુવા સુરત સાપ્તાહિક ને દૈનિક કરી વધુ કોચ જોડી દોડાવાય રહી હોય અને દામનગર શહેર માંથી પસાર થતી ટ્રેન ના કેટલા વર્ષો થી માત્ર દર્શન કરતા શહેરીજનો આવો હળહળતો અન્યાય શા માટે કરાય રહ્યો છે વારંવાર આપતી ખાત્રી અને સ્થાનિક નેતા ઓની માંગણી પછી વારંવાર તથાસ્તુઃ કરાય છે ચૂંટણી સમયે હથેળી માં ચાંદ બતાવી વચનો આપતા કમળ દેવો દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તાર ને મહુવા સુરત રેલવે સ્ટોપ આપો દામનગર ચેમ્બર ડાયમંડ એશો સહિત ની અનેકો સંસ્થા ઓની વારંવાર ની રજૂઆતો પછી પણ ગ્રામ્ય વિસ્તાર ને સ્ટોપ મળે તો દામનગર શહેરી વિસ્તાર ને કેમ નહિ ?

Related Posts