fbpx
અમરેલી

દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં બપોર પછી સતત વરસાદથી કુંભનાથ તળાવ, નદીનાળા અને સરોવરોમાં આવ્યા નીર

દામનગર શહેરી અને ગ્રામ્ય બપોર પછી સતત વરસાદ થી નદી નાળા સરોવરો માં આવ્યા નીર શ્રી કુંભનાથ મહાદેવ મંદિર સહિત ઠાંસા રોડ ચેકડેમ માં નવા નીર ની ધીમી પણ અવિરત આવક શરૂ થઈ બપોર ના ૨-૩૦ કલાકે શરૂ થયેલ વરસાદ સતત સાંજ સુધી ધીમી ધારે શરૂ રહ્યો હતો શહેર ની મુખ્ય બજારો નદી નાળા ઓમાં પટ માં નહેર સમાંતર વરસાદી પાણી ચાલ્યા હતા શહેર ના હાર્દ સમા સરદાર ચોક થોડીવાર માટે બેટ માં ફેરવાયું હતું ધીમીધારે શાંત વરસાદ થી લોકો ઠેર ઠેર વરસાદ માં પલળવા નો આનંદ માણી રહ્યા હતા દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં અવિરત વરસાદ થી નાના મોટા ચેકડેમ નદી નાળા તળાવો માં નવા નીર ની આવક શરૂ થતાં સર્વત્ર ખુશી થી લોકો પાણી ના પ્રવાહો જોવા મળી રહ્યા હતા

Follow Me:

Related Posts