અમરેલી

દામનગર શહેર ના જુના કચેરી કમ્પાઉન્ડ માં ધીમે ધીમે સરકારી સિલ્કી સમાન સાથે ઇમારતી ઇમલો પગ કરી રહ્યો છે અખબારી અહેવાલ બાદ તંત્ર વારંવાર બાંમ્બુની આડશો બાંધી સંતોષ માને છે

દામનગર શહેર માં જુના કચેરી કમ્પાઉન્ડ માંથી મોટા ભાગ ની કચેરી ઓ શહેર થી બહાર ના દાર્શનિક ભાગે સ્વર્ણિમ યોજના અંતર્ગત સ્થળાંતર થઈ જતા જુના કચેરી કમ્પાઉન્ડ સરકારી ક્વાર્ટર રેઢું પડ દલા તરવાડી ની માફક જે હાથ લાગ્યું તે ઉપાડી જતા ઉપદ્રવી ઓ દામનગર ગાયકવાડ મહાલકારી કચેરી માં ડેપ્યુટી ઓફ પોલીસ તિજોરી રેવન્યુ જ્યૂડી કોર્ટ સુધરાઈ હોમગાર્ડ સીટી સર્વે સહિત ની કચેરી ઓ ધરાવતા જૂની કચેરી કમ્પાઉન્ડ સરકારી કર્મચારી ઓના ક્વાર્ટર સહિત નું આખું સંકુલ આર એન્ડ બી અમરેલી ને હવાલે છે આ કચેરી કમ્પાઉન્ડ ના સમાન દફ્તરો અંગે અવાર નવાર અખબારી અહેવાલો બાદ તંત્ર તરફ થી વારંવાર બાંમ્બુ બાંધી આડશો ઉભી કરતો ખર્ચ કરાય રહ્યો છે પણ આ બાંમ્બુ પણ ઉપદ્રવી ઓ ઉપાડી જાય છે ત્યારે આ જૂની હેરી સ્ટેજ માં સમાવી શકાય તેવી ધરોહર ની અવદશા કેમ? સ્વર્ણિમ ગુજરાત અંતર્ગત તમામ કચેરી ઓનું સ્થળાંતર થયું તે સારી વાત છે પણ જુના કચેરી કમ્પાઉન્ડ ની આટલી અવદશા કેમ? મોટા ભાગ નો સિલ્કી સમાન પગ કરી ગયો છે હવે બારી દરવાજા ઓ ઓન પગ કરી રહ્યા છે જુના પોલીસ સ્ટેશન નું આ દ્રશ્ય ઘણું કહી રહ્યું છે ત્યારે આર એન્ડ બી ને હવાલે આ જોખમી કચેરી કમ્પાઉન્ડ કોઈ ખાનગી સંસ્થા એન જી ઓ ને જાળવી કરી ઉપીયોગ માટે આપી જન સુવિધા માટે ડેવલોપમેન્ટ કરાવી શકે તેમ છે

Related Posts