દામનગર શહેર માં ગુજરાત ગેસ દ્વારા ઘેર ઘેર ગેસ લાઈન દરમ્યાન તોડેલા રસ્તા ઓ અને તૂટેલી પીવા ના પાણી ની લાઈનો ક્યારે રીપેર થશે ? દામનગર શહેર માં ઘેર ઘેર ગેસ લાઈન નાખવા ગુજરાત ગેસ દ્વારા શહેર ના તમામ સી સી રોડ પેવર બ્લોક રસ્તા તોડી લાઈનો નાખી તે દરમ્યાન ખૂબ મોટા પ્રમાણમાં ઘેર ઘેર પીવા ના પાણી લાઈનો પણ તૂટી રસ્તા અને પાણી લાઈનો ક્યારે કોણ રીપેર કરશે ગેસ કંપની સાથે એગ્રીમેન્ટ થયું છે કે કેમ ? શહેર ના દરેક વિસ્તારો માં ગેસ લાઈન દરમ્યાન પાકા રસ્તા ઓને ભારે નુકશાન સાથે પીવા ના પાણી લાઈનો ડેમેજ થતા મીઠા પીવા ના પાણી નો કાયમી વ્યય ક્યાં સુધી થતો રહેશે સ્થાનિક પાલિકા તંત્ર એ ગેસ કંપની સાથે કોઈ એગ્રીમેન્ટ કર્યું હોય કે ન કર્યું હોય શહેરીજનો ને ચાલવા યોગ્ય રસ્તા મળશે ? કે ભૂગર્ભ ગટર બાદ જેવું થશે ? પાલિકા તંત્ર આ બાબતે યોગ્ય રિપેરીગ કરે તેવી શહેરીજનો માંથી માંગ ઉઠી રહી છે
દામનગર શહેર ના તમામ વિસ્તારો માં રસ્તા ઓ અને પીવા ના પાણી ની લાઈનો ઘેર ઘેર ગેસ લાઇન નાખવા તોડી પાડ્યા પણ રિપેરીગ ક્યારે ?


















Recent Comments