અમરેલી

દામનગર શહેર ના નેતા ઓનું ઉપર કોઈ સાંભળતું નથી કે નબળી નેતાગિરી ? દોઢ માસ માં એક વાર ચીફ ઓફિસર આવ્યા મહત્વ ના કામો ટલ્લે ચડ્યા

દામનગર શહેર ની નબળી નેતાગીરી વામણા નેતા ઓના કારણે અનેકો સમસ્યા સ્થાનિક નેતા ઓનું ઉપર કોઈ સાંભળતું નથી પાલિકા માં દોઢ માસે એકવાર ચીફ ઓફિસર આવ્યા અનેકો મહત્વ ના કામો ટલ્લે ચડ્યા મોટા ભાગ ના ઇજરા ઓની સમય મર્યાદા પૂર્ણ આવશ્યક સેવા ને અસર થઈ ત્યાં સુધી વિકાસ વિકાસ ની આંધળી ડોટ મુક્તા નેતા ઓ ક્યાં હશે ? ચૂંટણી સમયે શહેરીજનો ને હથેળી માં ચાંદ બતાવી વિશ્વાસ ઘાત કરતા નેતા ઓ એ જનસેવા સીસી ટીવી રોડ રસ્તા નિયમિત સફાઈ સહિત અનેક વચનો આપ્યા હતા પણ સ્થાનિક નેતા ઓનું ઉપર કોઈ સાંભળું નથી કે અણઆવડત જે કહો તે પણ નેતૃત્વ ક્ષેત્રે દિનપ્રતિદિન દામનગર શહેર પડતી થઈ રહી છે નવી સુવિધા મળવી તો દૂર પણ પ્રાથમિક આવશ્યક સેવા મળવી મુશ્કેલ બનતી જઇ રહી છે એક માસ કરતા વધુ સમય થી ચીફ ઓફિસર નથી અને આવે ત્યારે પેવર બ્લોક અને મોટા બિલ ઝડપી પાસ થઈ જાય છે આવશ્યક સેવા ઓના નાના લેબર કામ ના બિલો સહીઓ વગર ટલ્લે ચડી જાય છે દામનગર શહેર માં સબળ નેતૃત્વ નો ભારે અભાવ નવી સુવિધા ઓ મહત્વ ની સેવા ઓતો દૂર પણ પ્રાથમિક આવશ્યક સેવા ઓમાં પણ અણઆવડત થી શહેરીજનો પરેશાન શહેર ને સબળ નેતા ઓની જરૂર જરૂરી જાતિ આવક ના દાખલા રેવન્યુ ઉતારા પરિવહન નિયમિત સફાઈ સારા ગુણવત્તા યુક્ત રસ્તા શુદ્ધ પીવા ના પાણી નું વિતરણ આડેધડ ના દબાણો ઉપર નિયંત્રણ રેઢિયાર ઢોર ના ત્રાસ થી મુક્તિ આપી શકે તેવા ગજા ના નેતા નો અભાવ 

Related Posts