fbpx
અમરેલી

દામનગર શહેર ના વિવિધ વિસ્તારો માં ક્રોધ અનાચાર ના આચરણ ના અંત ની પ્રતિજ્ઞા સાથે હોલિકા દહન કરતા શહેરીજનો

દામનગર શહેર માં વિવિધ વિસ્તારો માં હોલિકા દહન દર્શન પ્રદક્ષિણા કરતા શહેરીજનો ઘનશ્યામનગર ૧૧૧ પ્લોટ વિસ્તાર ઢીકુંડી વાડી સીતારામનગર ભુરખિયા રોડ મઢુંલી સહિત શહેર ના વિવિધ વિસ્તારો માં હોલિકા દહન નું આયોજન કરાયું હતું હોળી એટલે ક્રોધ અનાચાર નું દહન છે હોળી ના દિવસે બહેનો દ્વારા હોલિકા વિશે વાર્તા વાંચન પણ કરાય છે હોળી ફાગણ મહિનાની પૂનમના દિવસે મનાવવામાં આવે છે. હોળીનું ધાર્મિક મહત્વ છે હિરણ્યકશિપુ નામે એક અસુર રાજા હતો. તેનો દિકરો પ્રહલાદ ભગવાનનો ભક્ત હતો. તેના પિતાને તે ગમતું ન હતું  તેમણે પ્રહલાદને ઘણું સમજાવ્યો પણ તેણે ભગવાનની ભક્તિ છોડી નહિ આથી તેના પિતાએ તેને મારી નાખવા ઘણા પ્રયત્નો કર્યા પણ પ્રહલાદ મર્યો નહિ .

પ્રહલાદની ફોઈ એ હોલિકા હતી એ ચિતામાં બેસે તો તેને આગની અસર ન થાય પ્રહલાદને જીવતો બાળી મૂકવા હોલિકા તેને પોતાના ખોળામાં લઈને ચિતા પર બેઠી  હોલિકા બળી ગઈ અને પ્રહલાદ ભગવાનનો ભક્ત હોવાથી બચી ગયો તેની ખુશીમાં દર વર્ષે આ તહેવાર ઉજવવામાં આવે છે હોળીના દિવસે લોકો ઉપવાસ કરે છે શેરીએ શેરીએ લોકો લાકડાં અને છાણાં ભેગાં કરે છે  ચોકમાં હોળી તૈયાર કરવામાં આવે છે સાંજે હોળી પ્રગટાવવામાં આવે છે . લોકો ધાણીચણા વડે હોળીની પૂજા કરે છે હોળીની પ્રદક્ષિણા કરીને હોળીમાં શ્રીફળ હોમે છે આવી ધાર્મિક મહતા સાથે શહેર ના વિવિધ વિસ્તારોમાં હોલિકા દહન કરાયું હતું

Follow Me:

Related Posts