fbpx
અમરેલી

દામનગર શહેર ના હાલ સુરત સમસ્ત લેઉવા પટેલ સમાજ નું ગૌરવ ડો મહેશ ભાતિયા ને મેડિકલ સાયન્સ ક્ષેત્રે અલ્પનિય સિદ્ધ

દામનગર સમસ્ત લેઉવા પટેલ સમાજ નું ગૌરવ વધારતા યુવાન ની અસાધારણ મેડિકલ સાયન્સ ક્ષેત્રે અકલ્પનિય સિદ્ધ બદલ વજ્ર વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ એવોર્ડ થી સન્માનિત 
દામનગર સામાન્ય હીરાધસુ પિતા રમણિકભાઈ ગોરધનભાઈ ભાતિયા નો પુત્ર ડો મહેશ ભાતિયા એ સુરત ને કર્મભૂમિ બનાવી સહજ ક્લિનિક થી તબીબી વ્યવસાય કરતા ડો મહેશ ના પિતા સામાન્ય હીરાધસુ અને દાદા કડીયા કામ જેવા લેબર કાર્ય કરી સંતાન ને અલ્પ આવક થી તબીબી ક્ષેત્રે અભ્યાસ કરાવી ડોકટર બનાવ્યો 


પહેલે થી અતિ જિજ્ઞાશા વૃત્તિ કંઇક નવીનતમ કરવા ની ઉદ્યમી સાહસ વૃત્તિ એ ડો મહેશે મેડિકલ ક્ષેત્રે હોમિયોપેથીક દવા મારફતે ની સંતાન દંપતી ને સંતાન પ્રાપ્તિ માટે કરેલ પ્રયાસ સફળ થતા

 આંધ્રપ્રદેશ સ્થિત સંસ્થા વજ્ર વર્લ્ડ રેકોર્ડ બુક દ્વારા ૪ વર્ષ જૂના નિઃસંતાનપણા ના કેસમાં ફક્ત ૬ મહિના હોમિયોપેથીક સારવારથી સફળતાપૂર્વક પરિણામ બદલ સિદ્ધિ ની નોંધ લીધી 
“આગ કે દરિયા માં ક્યાંય કેડી નથી દોસ્ત એથી એનો એ અર્થ નથી કે સફર કોઈ એ ખેડી નથી”
 અથાગ મહેનત અને શુદ્ધ ભાવના થી કરેલ કાર્ય ક્યારેય વિફલ નથી જતુ  
નિઃસંતાનપણા ના આ અશક્ય કેસમાં હોમિયોપેથીક સારવારથી રીઝલ્ટ આપીને વર્લ્ડ રેકોર્ડ કરેલ છે 


વજ્ર વર્લ્ડ રેકોર્ડ વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશ ખાતે ડો મહેશ ભાતિયા ને  એવોર્ડ એનાયત કરાયો હતો
 “ચીતરો સે આગે ઔર ભી જહાં હૈ” 
ડો મહેશ ને વૈદક જાણે વારસા માં ઉતરી આવ્યું હોય તેમ શ્રીમંત સરકાર સયાજીરાવ ગાયકવાડ વડોદરા સ્ટેટ તરફ થી  વર્ષો પૂર્વે તેમના ગરડા દાદા સ્વ વૈદ ભગવાનભાઈ તેજાભાઈ ભાતિયા ને  દર્દી નારાયણો ની સેવા બદલ “વૈદક” આર. એમ.પી ની પદવી એનાયત કરાયેલી હતી 
સમસ્ત  લેઉવા પટેલ ના સામાન્ય પરિવાર ના યુવાન ડો મહેશ ભાતિયા એ નિ.સંતાન  દંપતી ને સંતતિ પ્રાપ્ત કરાવી અપાવેલ સિદ્ધ બદલ સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થા ના સૂત્રધાર અગ્રણી ઓ શુભેચ્છા પાઠવી અભિવાદન કરી રહ્યા છે

Follow Me:

Related Posts