દામનગર શહેર ની વિવિધ સમસ્યા અંગે મનીષ ગાંધી ની ધારાસભ્ય ઠુંમર ને ધારદાર રજુઆત શહેર ની વિવિધ સમસ્યા ઉકેલો ની માંગ થી ધારાસભ્ય ઠુંમરે તેમના મતવિસ્તાર દામનગર શહેર ની વિવિધ સમસ્યા ની વિગતે જે તે કચેરીને લગત પ્રશ્નો આગામી તાલુકા સંકલન સમિતિમાં લેવા પ્રાંત સહિત ની સબંધ કરતી કચેરી ઓમાં લેખિત રજૂઆતો મોકલી દામનગર નવું બસ સ્ટેન્ડ બન્યા પછી ઓનલાઇન બુકીગ હાલ બંધ છે દામનગરથી પસાર થતી બસમાં પણ બુકીંગ થઈ શકતું નથી તેમજ વિદ્યાર્થીઓને પણ પાસ કઢાવવા માટે હજુ પણ લાઠી અમરેલી જવું પડે છે તેમજ દામનગર થી બેસવા માટે પિકઅપ પોઇટ પણ અપાયો નથી . તેના શું કારણો છે ? દામનગરની પોસ્ટ ઓફિસમાં આધાર કેન્દ્ર હોવા છતા આધાર કાર્ડ કઢાવવા કે સુધારા – વધારા કરવાની કામગીરી હાલ બંધ છે તેના શું કારણ છે કે કેટલા સમયમાં આવી મહત્વની કામગીરી પુનઃ શરૂ કરવામાં આવશે ?
આવકના દાખલા માટે દામનગર તેમજ આજુબાજુના નાના ગામના લોકોને ખુબ જ મુશ્કેલી પડે છે આવકના દાખલા માટે દામનગર અને આજુબાજુના ગામલોકોને લાઠી જવું પડે છે જેના કારણે લોકોને આર્થિક ખર્ચ અને સમયનો વ્યય થાય છે તેથી જો આવકના દાખલાની કામગીરી માટે મામલતદારશ્રી અઠવાડીયાના એક – બે દિવસ દામનગરને ફાળવે તો દામનગર અને આજુબાજુના નાના ગામના લોકોને આ તકલીફ રૂપ પ્રક્રિયામાંથી કાયમી છુટકારો મળી શકે તેમ છે તાલુકા સંકલન સમિતિમાં આ પ્રશ્ને લેખિત રજુઆત કરી દામનગર માં સીટી સર્વેની ઓફિસ હોવાછતાં નિયમિત ચાલુ રહેતી ન હોવાને કારણે આવી કામગીરી મટે આમ જનતાને લાઠી ધકકા ખાવા પડે છે તેથી આ કચેરીમાં કાયમી નિયમિત અધિકારી હાજર રહે તેવી લોકમાગણી ઉઠી છે સીટી સર્વે કચેરીનું બિલ્ડીંગ એકદમ જર્જરીત હાલતમાં છે તેને રીપેરીંગ કરવા અથવા અન્ય સ્થળોતર કરવાની તાતી જરૂરીયાત દામનગરના ઢસા રોડના પ્રવેશદ્વાર થી લઈ ગારીયાધાર જવાના કુંભનાથ રોડ સુધીના રોડની પરિસ્થિતિ ખુબજ ખરાબ છે ખરાબ રોડના કારણે અકસ્માતનો ભય રહે છે
દામનગર થી સિવિલ હોસ્પિટલ જવાનો આ મુખ્ય માર્ગ છે તેથી આ રોડને તાત્કાલીક રીપેર કરવા દામનગર ની મૈઇન બજારના રોડમાં બ્લોક નીકળી ગયા છે તેમજ ગટર લાઇન નાખ્યા બાદ બ્લોક ફિટીંગ ખરાબ રીતે કરેલ હોવાથી ગામલોકો અને વાહન ચાલકોને ખુબ જ મુશ્કેલી પડી રહી છે તેથી તાત્કાલીક બ્લોક વ્યવસ્થિત ફિટીંગ કરવા આ પ્રશ્નને આગામી તાલુકા સંકલન સમિતિમાં રજુ કરૂં છું . દામનગર લુહાર શેરીમાં પણ રોડની હાલત ખુબ જ ખરાબ છે તેમજ વરસાદી પાણીનો ભરાવો એક કાયમી તકલીફ બની ગઈ છે જેનો ત્વરીત નિવારણ લાવવા આ પ્રશ્નને આગામી તાલુકા સંકલન સમિતિમાં રજૂ કરી યોગ્ય નિકાલ ની માંગ કરાય છે
Recent Comments