દામનગર શહેર ની શેક્ષણિક સંસ્થા ઓના કર્મઠ શિક્ષક ની મહેનત વૈશ્વિક ફલક સુધી પહોંચી રહી તેવા સમયે સગીર વિદ્યાર્થી ની આત્મહત્યા ની કલંકિત ઘટના સોના ની થાળી માં લોઢા ની મેખ સમાન
સગીર ની આત્મહત્યા મામલે જવાબદારો ભલે પદ પ્રતિષ્ઠા કે લાગવગ જોરે બચી જશે પણ કર્મ કોઈ ને છોડતું નથી કુદરત ની લાઠી માં અવાજ નથી વાલી
મૃતક સગીરે એવો તે શું અપરાધ કર્યો હશે ? કે પ્રા શાળા અને હાઇસ્કૂલ ના શિક્ષકે ત્રણ વખત પોલીસ માં અરજ અહેવાલ માં સુર પુરાવ્યાં
સગીરે કોઈ ગંભીર અપરાધ કર્યો હોય તો પણ કાઉન્સિલ મારફતે જુવેનાઇલ હેઠળ સુધારા ગૃહ મોકલાય પણ વારંવાર પોલીસ સ્ટેશને કેમ ?
શાળા નં ૩ ના આચાર્ય અને શિક્ષક ને આ સગીર પ્રત્યે એટલી બધી ધૃણા તિરસ્કાર કેમ ? સર્ટી કાઢી કોઈ જગ્યા એ દાખલ ન થઈ શકે તેવી હરકત કેમ કરી ?
મૃતક સગીર ની સ્મશાન યાત્રા માં સહ પાઠી બાળકો ના ચહેરા ઘણી ચાડી ખાઈ રહ્યા હતા ભલે બોલી ને અભિવ્યક્ત ન કરી શકે
મૃતક સગીર ના મોત અંગે શાળા પરિવાર ગમે તેવો લુલો બચાવ કરે પણ ગળે ઉતરે તેવો નથી આક્ષેપ ને કોઈ સમર્થન કે પૃષ્ટિ મળી નથી
મિશન ગણોત્સવ કે શાળા પ્રવેશોત્વસ ભલે જોરશોર થી ઉજવાતા પણ ગરીબ પરિવાર ના લધરવધર બાળકો પ્રત્યે આટલી ધૃણા કેમ ?
વાલી મંડળ માં શાળા માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ના વાસ્તવિક વાલી ને બદલે સ્થાનિક કાર્યકરો ની ફોજ ફોટા પડાવવા ઉતરી પડે આવા સમયે કેમ મૌન ?
લોભિયા હોય ત્યાં ધૂતરા ભૂખે ન મરે
લાઠી તાલુકા ની અનેકો શિક્ષણ સંસ્થા ના શિક્ષકો એ લોભામણી સ્ક્રીમ માં કરોડો નું રોકાણ ઉઠવણુ થી ડૂબતા ધણા શિક્ષકો માનસિક તનાવ ગ્રસ્ત
માં જેટલું સ્તર ધરાવતા માસ્તર ની ગેરહાજરી વિદ્યાર્થી ઓ માટે ચિંતા કરનારી બની રહે તેવા ફરજ પરસ્ત શિક્ષકો પણ છે દામનગર સંસ્કારી નગર ગણાતા શહેર માં ૧૩ વર્ષીય વિદ્યાર્થી ની આત્મહત્યા નો બનાવ સોની ની થાળ માં લોઢા ની મેખ સમાન ધોરણ ૧.થી ૭ સુધી કે કે નારોલા પ્રાથમિક શાળા માં અભ્યાસ કરતા નિલેશ રમેશભાઈ કડેવાળ નામક વિદ્યાર્થી એ ગત તા.૦૯/૧૦/૨૩ ના રોજ પોતા ના ઘેર ગળેફાંસો ખાઈ ને આત્મહત્યા કરી લેતા પરિવાર ઉપર આભફાટયા સમાંતર ઘટના બની આ વિદ્યાર્થી ને છેલ્લા ત્રણ માસ થી કે કે નારોલા શાળા ના સ્ટાફ દ્વારા ભારે ટોર્ચર કરી ત્રણ વખત પોલીસ માં અરજ અહેવાલ ના અંતે સર્ટી કાઢી લાલ શેરો મારવા જેવી તઘલખી હરકત કરાય પછી મૃતક ની માતા ની ભારે વિનવણી અને રોકકળ બાદ (માં) જેટલું સ્તર ધરાવતા માસ્તર હૈલેયા એ તાલુકા શાળા નં ૧ મોર્ડન ગ્રીન સ્કૂલ માં પ્રવેશ આપ્યો આ વિદ્યાર્થી નું ટોર્ચર શાળા નં ૩ થી શરૂ કરાયું આત્મહત્યા બાદ શાળા ભલે બદલાય પણ શાળા નંબર ૩ ની અમીટ છાપ આ સગીર ના માનસપટ ઉપર ભારે અસર કરી શાળા નંબર ૩ ભલે અહીં ભણતો નથી એવો લુલો બચાવ કરે પણ આ વિદ્યાર્થી ની આત્મહત્યા માટે કોણ જવાબદાર ? ટી પી ઓ અને ડી પી ઓ એ ઊંડા ઉતરી તપાસ અને જવાબદારો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવી જોઈ એ ૧૩ વર્ષ સગીર વિદ્યાર્થી ની આત્મહત્યા એ અનેક સવાલો સર્જતી અને કમકમાટી ઉપજાવતા આ બનાવ માં સંપૂર્ણ અભણ માં બાપ ખેતીવાડી નું ભાગ્યું રાખી મંજૂરી કરતા વાલી એ પોતા સંતાન ના ઉજ્જવળ ભવિષ્ય માટે શહેર ની કે કે નારોલા પ્રાથમિક શાળા નંબર ૩ માં પોતા ના વલસોયા પુત્ર નિલેશ ને દાખલ કર્યો ૬ ધોરણ સુધી અભ્યાસ દરમ્યાન કોઈ ફરિયાદ કે સમસ્યા ન આવી અને એકાએક ત્રણ માસ માં ત્રણ વખત પોલીસ સ્ટેશન સુધી શાળા ના શિક્ષકે મામલો કેમ પહોંચાડ્યો એ પણ ત્રણ ત્રણ વખત વિદ્યાર્થી અને વાલી ને પોલીસ સ્ટેશન માં અરજ અહેવાલ કે ફરિયાદ કામે હાજર થવું પડે અને વાલી અને વિદ્યાર્થી બંને ને ડારો સહન કરવો પડે આ વિદ્યાર્થી એ એવી તે શું હરકત કે નુકશાની કે તોફાન કર્યું ? શાળા સ્ટાફ દ્વારા ભલે લુલો બચાવ કરાય પણ શાળા પરિવાર ની કોઈ વાત માં પુષ્ટિ કે સમર્થન મળતું નથી એવી કોઈ ઘટના બની નથી અને બની હોય તો પણ ૧૩ વર્ષ વિદ્યાર્થી એકદમ સુકલખડી કાયા ધરાવતો હતો એ કોઈ ને કાઈપણ ઇજા કે મારામારી કરી શકે તેવી કોઈ શારીરિક ક્ષમતા ધરાવતો નહોતો તેની શાળા માંથી કોઈ એ સારવાર લીધા નું ઓપીડ ઓન રજીસ્ટર કોઈ પણ શહેર ના દવાખાના ના રેકર્ડ નોંધાયું નથી છતાં શાળા નંબર ૩ ના શિક્ષક ને એવું તે આ સગીર વિશે ખૂનન્સ ધૃણા કેમ શુ આ સગીર કોઈ અશમય અપરાધ કર્યો હતો માફ ન કરી શકાય તેવી કોઈ હરકત કરી હતી તેના પ્રત્યે આટલું બધું ટોર્ચર કેમ ?
દામનગર શહેર માં આવતી પેઢી ના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકારી શાળા ના કર્મઠ શિક્ષકો ની મહેનત અનેક શોધ ગૌરવીંત ઘટના થી વૈશ્વિક પ્રતિનિધિ મંડળ દામનગર શહેર ના મુલાકાતે આવનાર હોય તે શિક્ષણ જગત ની શાન વધારતી બાબત છે પણ બીજી બાજુ શિક્ષણ જગત ના આખા ક્ષેત્ર ને કલંકિત કરતી ઘટના સનકી સ્વભાવ ચકુંચિતો ના કારણે બની કહેવત છે કે ચૂકા પાછળ લીલું બળે બીજો શાળા નંબર ૩ ના આ બનાવ માં શિક્ષિત સભ્ય અને સમજદાર ને ભલે લુલો બચાવ ઓળખાણ બચાવી લેશે પણ કુદરત ક્યારેય માફ નહિ કરે બીજો બનાવ શ્રી નર્મદાબેન માધવરાય સવાણી દામનગર શહેર ની પ્રાથમિક શાળા ૨. માં બન્યો ગત તા.૧૪/૦૯/૨૩ ની પાલિકા ની પ્રમુખ પદ ની ચૂંટણી માં જીત ના જશનનો ઉન્માદ શાળા ના આચાર્ય ને ચડ્યો જવાબદાર કર્મી ચિક્કાર દારૂ નું સેવન કરી શાળા એ આવે એ કેટલું વ્યાજબી ? આ ઘટના પહેલી વાર ની નથી અવાર નવાર આવું બંને છે સગીર વિદ્યાર્થીની ઓ પણ આનો ભોગ બની ચુકી છે પણ દીકરી ની જાત ફફેરો કેમ કરે રંગીન મિજાજ ના શિક્ષક નું ટેલેન્ટ સમગ્ર શહેર માં જેમ પ્રખ્યાત છે તેમ તેની કુટેવ પણ પ્રચલિત છે આદત સે મજબૂર ક્યાં કરે
શાળા નંબર ૩ નો વિદ્યાર્થી મૃતક નિલેશ ભલે ત્રણ માસ થી મોડર્ન ગ્રીન માં અભ્યાસ કરતો હતો પણ તેના કરુણ મોત માટે શાળા જવાબદાર હોવા નું રડતા રદયે વારંવાર માતા પિતા નો વસવસો ઘણું કહી જાય છે આત્મહત્યા દરમ્યાન તેણે ઘેર રૂમ જાતે ગળેફાસો ખાઈ લેતા રૂમ અંદર થી બંધ જતો તેને ઘેરે કોઈ એ મારપીટ કરી કરાવી નહોતી અને ઉપલા માળે એકલો હતો તેની માતા અને પિતા નીચે હતા તેના પિતા આક્રમક કે સનકી છે તેવું સાબિત કરવા ભલે પ્રયાસ કરાય પણ શાળા નો કોઈ આક્ષેપ કે તર્ક ગળે ઉતરો નથી પોતા ના સંતાન આટલી ક્રૂર રીતે કોઈ માતા પિતા શિક્ષા કરે કે કરાવે નહિ અને આ મૃતક વિદ્યાર્થી ને કોઈ વ્યસન કે બંધાણ નહોતું શાળા લુલો બચાવ કરી ત્રણ માસ પહેલા સર્ટી આપી દીધા નું કારણ આગળ ધરી તેની કોઈ ભૂમિકા ન હોવા નું રટણ અને જવાબદારી ખખેરી રહ્યા છે ભલે આ ગરીબ લધર વધર વિદ્યાર્થી ના મોત મામલે પદ પ્રતિષ્ઠા કે ઓળખાણ કે શિક્ષિત હોવા થી કિલન સીટ મળી જશે પણ કુદરત ના ઘેર દેર છે પણ અંધેર નથી તેની લાઠી માં અવાજ નથી તેમ માની પરિવાર અત્યારે મન મનાવી દીધું છે
કે કે નારોલા પ્રાથમિક શાળા નં ૩ ના આચાર્ય સ્ટાફ ને એવી તે શું મુશ્કેલી કે નુકશાન થયું ? કે સગીર વિદ્યાર્થી ને ત્રણ વખત પોલીસ માં અરજ અહેવાલ કરી વાલી સહિત પોલીસ માં મોકલાયા સગીર વિદ્યાર્થી તોફાની હોય શકે પણ ક્રિમિનલ નહિ એક ક્રિમિનલ હોય તો પણ જુવેનાઇલ ની જોગવાઈ હેઠળ સમાજ કલ્યાણ અને વાલી ને સાથે રાખી કાઉન્સિલ કરવા ને બદલે આ સગીર ને ક્ષમતા કરતા વધુ પજવી મરવા મજબુર કરવા માટે કોણ જવાબદાર ? આટલી નાની વય ના વિદ્યાર્થી ને આટલો બધો હેરેસમેન્ટ કરવાની શી જરૂર પડી ? વિદ્યાર્થી કે વાલી અજ્ઞાન અભણ ના સમજ હોય શકે પણ માણસ તો છે જ છેલ્લા ત્રણ માસ થી અન્ય સ્કૂલ માં અભ્યાસ કરતા બાળક ને શાળા નંબર ૩ માંથી સર્ટી કાઢી ભલે આપી દેવાયું પણ ટોર્ચર શરૂ રખાયું હતું તેમ વાલી એ જણાવ્યું શાળા નં ૩ માં સ્ટાફ ને આ વિદ્યાર્થી ની ફરિયાદ પોલીસ માં કરી તો શેઠ શ્રી એમ સી મહેતા સ્કૂલ ના શિક્ષકે કે સુર પુરાવ્યો વિદ્યાર્થી તો પ્રાથમિક શાળા નો હતો તો હાઇસ્કૂલ ના શિક્ષકે પોલીસ માં જઈ રજુઆત કેમ કરી ? સગીર વિદ્યાર્થી સાથે ગંભીર અપરાધી જેવો વહેવાર કરી આ વિદ્યાર્થી ને સર્ટી કાઢી લાલ શેરો મારી અન્ય સ્કૂલ દાખલ ન કરાય તેવી વ્યવસ્થા શાળા નં ૩ દ્વારા કેમ કરાય
શાળા નું કામ શિક્ષણ આપવા નું હોય છે સ્કૂલ માં આવતા વિદ્યાર્થી ઓને આદર્શ નાગરિક બનવા મોકલાય છે કે ક્રિમિનલ બનવા ? આ વિદ્યાર્થી વિરુદ્ધ પોલીસ માં રજુઆત કરવા શાળા નં ૩ ના સ્ટાફ સાથે હાઇસ્કૂલ ના શિક્ષકે કેમ સુર પુરાવ્યો તે તપાસ કરવી જરૂરી કોઈ ભૂલ બદલ શિક્ષા કરવી પડે તો એ પ્રાથમિક શાળા કક્ષા એ થઈ શકે તેમાં ઉચ્ચતર માધ્યમિક ના શિક્ષકે પોલીસ માં કેમ જવું પડ્યું હશે ? શિક્ષણ વિભાગ માં GR માં માનસિક કે શારીરિક યાતના સબબ દંડાત્મક કાર્યવાહી ની જોગવાઈ હોવા છતાં કેમ અવગણના કરાય ? આ સગીર વિદ્યાર્થી ના કિસ્સા માં કેટલા સમય થી ટ્રોચર ચાલતું હતું ? એવી તે શું ભૂલ હતી ? અને ભૂલ કે ગુનો હોય તો પણ સિવિલ ડ્રેસ માં વાલી અને સમાજ કલ્યાણ કચેરી ના સંકલન કાઉન્સિલ ના બદલે અમાનવીય વર્તન કેમ ? ટી પી ઓ અને ડી પી ઓ આ અંગે શિક્ષાત્મક પગલાં લેવા જોઈ શાળા સંકુલ ગમે એટલા ભવ્ય હોય પણ શિક્ષણ વ્યવસ્થા દિવ્ય હોવું જોઈ એ શાળા ની શિક્ષણ વ્યવસ્થા કથળી હોય એ કેળવણી જગત માટે શરમ જનક કહેવાય સુખી સંપન્ન પરિવાર ના સંતાનો ખાનગી શાળા માં હાઇફાઈ મોંઘી ફી આપી ભણી શકે છે પણ એક ગરીબ શ્રમિક પરિવાર માટે તો સરકારી શાળા જ માતૃ સંસ્થા બની શકે છે શિક્ષણ જગત માં લોભ નો લૂણો લાગ્યો હોય તેમ ચીડિયા સ્વભાવ બેફામ મોબાઈલ વપરાશ અને અનિયમિત નોકરી વધુ નાણા મેળવવા ની સ્કીમ માં રોકાણ માં રચ્યા પચ્યા રહેતા શિક્ષકો અનેક પ્રકાર ના તનાવ માં રહેવા થી આવી રીતે નિર્દોષ નો ભોગ લેવાય છે જોરશોર થી ઉજવાય બાળ દિન બાળકો ના હક્ક અધિકાર ની સૂફીયાણી સલાહ પછી દિવા તળે જ અઘરું કેમ ? વાલી ઓ માટે લાલબત્તી રૂપ આ કિસ્સા માં ટી પી ઓ ડી પી ઓ સંપૂર્ણ મૌન છે શિક્ષણ મંત્રી સુધી આ રજુઆત થઈ છે જોઈ આ ગરીબ પરિવાર ને ન્યાય મળશે કે કેમ ?
Recent Comments