દામનગર શહેર માં આવેલ કાળુભાર પાણી પુરવઠા બોર્ડ માં ચાલતી ગેરીરીતિ અંગે લેખિત ફરિયાદ બાદ જિલ્લા કલેકટર અમરેલી દ્વારા પ્રાંત અધિકારી અને કાર્યપાલક ઈજનેર પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ને જરૂરી કાર્યવાહી કરવા તા ૧૧/૫/૨૨ ના રોજ નં અછત / વશી /૩૩૩/૨૦૨૨ થી સૂચના
દામનગર કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ની કચેરી ઉકરડા માં ફેરવાય સતત ગેરહાજર રહેતા કર્મચારી ઓ પોતા ના અંગત વેપાર ધંધા બિઝનેસ માં રચ્યા પચ્યા રહેવા ના કારણે રેઢી કચેરી સંપૂર્ણ નાશ પામી હોવા ની લેખિત ફરિયાદ માં વિશાળ કચેરી કમ્પાઉન્ડ ના સરકારી રહેણાંક વસવાટ નિયમ નો ભંગ મૂળકી સેવા નોકરી ની સામાન્ય શરતો ૧૯૭૧ વિરુદ્ધ ની વિગતે રજુઆત બાદ જિલ્લા કલેકટર અમરેલી દ્વારા સબંધ કરતા તંત્ર ને આ અંગે જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી
દામનગર શહેર માં કાળુભાર પાણી પુરવઠા બોર્ડ નું સંચાલન ખાનગી કોન્ટ્રાકટ પદ્ધતિ થી ચાલતો હોય તો વર્ષો થી એકજ જગ્યા એ વગર નોકરી એ પગાર મેળવતા કર્મચારી ઓની કામગીરી શુ? સરકારી રહેણાંક વસવાટ નિયમ થી ફાળવેલ ક્વાર્ટર ક્યાં ? આટલી વિશાળ કચેરી કમાઉન્ડ ક્યાં ? કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ના સ્ટોર ની જવાબદારી કોની ચોકીદાર પગી વોચમેન કોણ ? કાળુભાર પાણી પુરવઠા નો વહીવટ ખાનગી કોન્ટ્રાકટ પદ્ધતિ થી ચાલતા હોય તો પાણી પુરવઠા બોર્ડ માં ઓપટેટર વાલમેન લાઈન મેન ની નોકરી અને ફરજ શુ ? આ અંગે તપાસનિશ અધિકારી ઓ મગ નું નામ મરી પાડશે ? ઉકરડા માં ફેરવાયેલ રેકર્ડ રૂમ ઓફિસ વારંવાર તૂટી જતી લાઈનો બેફામ પીવા ના પાણી નો બગાડ ખાનગી વ્યક્તિ ઓને પીવા ના મીઠા પાણી ની લાઈનો માંથી કનેક્શન કેમ ? આવી અનેકો ગેરીરીતિ ઓ અને સરકારી મિલ્કત નો કરોડો નો ઇમલો સગેવગે કરી સંપૂર્ણ કચેરી નાશ પામી તે માટે જવાબદાર જરૂરી કાર્યવાહી થશે કે કેમ ? તપાસનિશ અધિકારી તપાસ બાદ ખ્યાલ આવશે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરો હમ નહિ સુધરેગે ની યુક્તિ એ તૂટેલી લાઈનો નું કોઈ પણ રિપેરીગ નહિ ગામડા ઓમાં જતી પીવા ના પાણી ની લાઈનો તૂટી હોવા ની ધારાસભ્ય ની રજુઆત બાદ પણ મહિના ઓ થવા છતાં સ્થિતિ જેસે થે તેમ ની તેમ
Recent Comments