દામનગર શહેર ના આજીવન ખાદીધારી મહાત્મા ગાંધી ના આદર્શો ના ચુસ્ત હિમાયતી સ્વ મનજીભાઈ બધાભાઈ ચૌહાણ નું કુદરતી અવસાન થતા તેમનાં પરીવારજનો એ ત્વરિત નિર્ણય કરી સ્વર્ગસ્થ નું ચક્ષુદાન કરાવ્યું હતું. તે બદલ તેમનાં પરિવારજનો ચૌહાણ પરિવાર ને દામનગર શહેર ની તમામ સામાજીક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થાઓના અગ્રણી વતી સન્માન પત્ર અર્પણ કરવા માટે તારીખ ૦૩/૦૭/૨૦૨૨ ને રવિવાર નાં રોજ સવારે ૯ : ૩૦ કલાકે શ્રી ડૉ બાબાસાહેબ આંબેડકર હોલ દામનગર ખાતે સમસ્ત ચૌહાણ પરિવાર ની ઉપસ્થિતિ માં ચક્ષુદાન ના સરાહનીય નિર્ણય બદલ સ્વ ચક્ષુદાતા મનજીભાઈ ચૌહાણ નું મરણોત્તર સન્માન પત્ર થી સન્માન કરાયું હતું
દામનગર શહેર માં ચક્ષુદાતા સ્વ મનજીભાઈ ચૌહાણ નું સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા મરણોત્તર સન્માન

Recent Comments