અમરેલી

દામનગર શહેર માં સંચાલન અભાવે ૧૫ વર્ષ થી વિકાસ બંધ પડ્યો છે

દામનગર ગુજરાતમાં ડબલ એન્જીન સરકારમાં કામ મજબૂત કે ખોખલા…! આ છે દામનગરમાં પે એન્ડ યુઝ ટોઇલેટ( બિન ઉપયોગી).પ્રજા માટે બનાવેલી મિલ્કત પ્રજા ઉપયોગ ન કરી શકે.. આને લોકશાહી કેવાય..!!? ચૂંટણી સમયે લડતા ઉમેદવારો મતદારોના દિલ જીતવા અનેક પ્રકારના પેતરા કરતા હોય છે તે લગભગ દરેકને ખબર નથી હોતી…!! પછી જો ચૂંટાયેલ પ્રતિનિધિ નિષ્પક્ષ રીતે સમાજ સેવામાં લાગી જાય તો વાહ વાહી થાય..,પણ જો નિષ્ક્રિય રહે અને લોકોના પ્રશ્નો કે સમસ્યાઓનો યોગ્ય રીતે સમયસર નિકાલ ન આવે તો….!!

વિચારવા જેવું છે ને..ફોટામાં દેખાતી મિલ્કત દામનગર શહેરમાં ૧૫ વર્ષ પહેલાં ઠાંસા રોડ પર બનાવવામાં આવેલ પે એન્ડ યુઝ ટોઇલેટ ખરાબ હાલતમાં છે, બનાયા પછી બંધ રહ્યું  પડ્યું પડ્યું બગડી ગયું અરે લોકો ઉપયોગ કરી શકતા નથી…કેમ કે પબ્લિક માટે બનાવેલ આ મિલકતની દેખરેખ અને જાળવણી કરવામાં નિષ્ફળ ગયેલ જવાબદાર લોકો,બસ માત્ર વિકાસ….વિકાસની વાતો કરીને નાગરિકોને સહન કરવાની મીઠી મીઠી વાતો કરીને સત્તાના દિવસો પૂરા કરી રહ્યા હોય,હવે તો ધારાસભ્ય દામનગર શહેરના લોકોની સમસ્યાઓ અને પ્રશ્નો હલ કરે,કે ધારાસભ્ય પણ સસ્તી પ્રસિદ્ધિમાં રહ્યા કરશે….લોકોને નક્કર કામો જોઈએ….ઊંધા ચશ્મા ઘણા પહેરાવ્યા..!!

Follow Me:

Related Posts