દામનગર શહેર માં સાહિત્ય જગત ની શાન શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય માં ગુજરાત સરકાર તરફ થી ૨૫૦૦૦ ના પુસ્તક સંપુટ ભેટ સવા સો વર્ષ કરતા જૂની સાહિત્ય સંસ્થાન શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ને અને બાળ વિભાગ માં ગુજરાત સરકારે તાજેતર માં રૂપિયા ૨૫ હજાર ની કિંમત ના પુસ્તકો ની ભેટ મોકલતા વાંચનપ્રિય શહેરીજનો માં ખુશી ની લાગણી સાથે સંસ્થા ના પ્રમુખ હરજીભાઈ નારોલા મંત્રી નટુભાઈ ભાતિયા ઉપપ્રમુખ જીવનભાઈ હકાણી રજનીભાઇ ધોળકિયા વસંતભાઈ ડોબરીયા કર્મચારી ગણેશભાઈ નારોલા સહિત વાચકો દ્વારા આભાર ની લાગણી વ્યક્ત કરાય રહી છે વાંચનલય માં પુસ્તકો ની સંખ્યા શહેર ની વસ્તી થી કાયમી વધતી રહી છે જે ગૌરવ ની વાત છે વાંચનલય ને નવીનતમ પુસ્તકો વાચકો માં વાંચન પ્રત્યે સંતોષ આપી શકે તેમાં વ્યક્તિ વિકાસ શોધસંશોધન શોર્ય સાહસ જ્ઞાન વિજ્ઞાન વિરપુત્રો વિરાંગના ના જીવન કવન ને તાદ્રશ્ય કરાવતી ચરિત્ર કથા પ્રવાસકથા વિચાર પ્રેરક પુસ્તક શુંખલા ની ભેટ મળતા સર્વ ટ્રસ્ટી એવમ વાચકો એ આભાર વ્યક્ત કર્યો છે
દામનગર શહેર માં સાહિત્ય જગત ની શાન શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય માં ગુજરાત સરકાર દ્વારા ૨૫ હજાર ના પુસ્તકો ની ભેટ

Recent Comments